તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વડોદરા શહેરના કોર્પોરેટર અને પૂર્વ કોર્પોરેટરે કોરોનાની સારવાર દરમિયાન ઠરાવ મુજબ 4 લાખની મર્યાદામાં બિલોની મંજૂરી મેળવતા વિવાદ સર્જાયો છે. સામાજિક કાર્યકરે આ અંગે વાંધો ઉઠાવી તંત્રની ઝાટકણી કાઢી હતી.
ધનાઢય કોર્પોરેટર સ્વખર્ચે સારવાર કરે તે જરૂરી છે
વડોદરા મહાનગરપાલિકાના 35 જેટલા કોર્પોરેટર તથા પૂર્વ કોર્પોરેટરોએ કોવિડ સારવારમાં 4 લાખની મર્યાદામાં થયેલા ઠરાવ મુજબ અંદાજે 45 લાખ રૂપિયાના બીલો રજુ કરી સવલત મેળવી છે, ત્યારે આ લાભ લેનાર કેટલાક કોર્પોરેટર સંદર્ભે સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ વાંધો ઉઠાવતા જણાવ્યું હતું કે, તાજેતરમાં કોવિડ વાયરસે મહામારી ફેલાવી છે. સ્વાભાવિક છે કે, વિસ્તારની જવાબદારી ધરાવનાર નગરસેવકને તંત્ર તરફથી જરૂરી સુવિધા મળવી જોઈએ, પરંતુ, તેનો દુરુપયોગ થાય તે ચિંતાજનક છે. કેટલાક કોર્પોરેટર ધનાઢ્ય છે. પાલિકાની આર્થિક પરિસ્થિતિ કથળેલી હોય ત્યારે આવા ધનાઢય કોર્પોરેટર સ્વખર્ચે સારવાર કરે તે જરૂરી છે.
કોર્પોરેટરને સરકારી હોસ્પિટલમાં ભરોસો નથી
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, તેમની બચતના રૂપિયાનો ગરીબ વર્ગના લોકો માટે ઉપયોગ થાય તેવું આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત મોટાભાગના કોર્પોરેટરને સરકારી હોસ્પિટલમાં ભરોસો ન હોય તેમ ખાનગી હોસ્પિટલોનો સહારો લઈ રહ્યા છે, તે પણ વિચારવા જેવું છે.
Sponsored By
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.