તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Controversy Over 17 AC Buses To Take Leaders From Vadodara To Kevadia Free Of Cost At State BJP Executive Meeting, Opposition Leader Of The Municipality Demanded An Inquiry

સિટી બસનો વિવાદ:પ્રદેશ ભાજપ કારોબારીની બેઠકમાં નેતાઓને વિનામૂલ્યે વડોદરાથી કેવડિયા લઇ જવા 17 AC બસ મૂકાતા વિવાદ, પાલિકાના વિપક્ષી નેતાએ તપાસની માગ કરી

વડોદરા24 દિવસ પહેલા
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં બસ સેવા પૂરી પાડતી એજન્સી પાસેથી 17 એ.સી. બસોની સેવા લેતા વિવાદ સર્જાયો
  • વિપક્ષી નેતાએ શહેરીજનોને સ્ટેચ્યૂ ઓફ યુનિટી જવા માટે વિનામૂલ્યે બસ ફાળવવાની માગ કરી

ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા કેવડિયા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આયોજીત કારોબારી મિટીંગમાં જવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં બસ સેવા પૂરી પાડતી એજન્સી પાસેથી 17 એ.સી. બસોની સેવા લેતા વિવાદ સર્જાયો છે. વિપક્ષી નેતાએ માંગણી કરી છે કે, જો ભાજપાના નેતાઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટી જવા માટે વિનામૂલ્યે સિટી બસ મળતી હોય તો શહેરના બાળકો, મહિલાઓ અને સિનિયર સિટીઝન માટે પણ સ્ટેચ્યૂ ઓફ યુનિટી જવા માટે વિનામૂલ્યે બસ ફાળવવામાં આવે. ભાજપ દ્વારા સિટી બસો વિનામૂલ્યે લઇને ભ્રષ્ટાચારને છાવરી રહ્યું છે.

વિપક્ષી નેતાએ વિનાયક બસ ડેપોની મુલાકાત લીધી
વિપક્ષી નેતા અમી રાવતે જનમહલ ખાતેથી શહેરમાં સિટી બસ સુવિધા પૂરી પાડતી વિનાયક બસ ડેપોની મુલાકાત લીધી હતી. ડેપોની મુલાકાત લીધા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વર્ષ-2017 પહેલા જે સિટી બસ સર્વિસીસ હતી. જેમાં કોર્પોરેશનને માસિક રૂપિયા 7થી 8 લાખ આવક આવતી હતી. હવે કોર્પોરેશનને પ્રતિ માસ રૂપિયા 1.25 કરોડ પ્રતિ કિલોમીટર રૂપિયા 18 પ્રમાણે બસ સેવા પૂરી પાડતી એજન્સીને આપે છે. બસ સેવા પૂરી પાડતી એજન્સી અને કોર્પોરેશન વચ્ચે શહેરમાં 160 બસોની સુવિધા પૂરી પાડવાનો કરાર થયેલો છે. પરંતુ, હાલમાં 110 બસો ચાલે છે.

વિપક્ષી નેતાએ શહેરીજનોને સ્ટેચ્યૂ ઓફ યુનિટી જવા માટે વિનામૂલ્યે બસ ફાળવવાની માગ કરી
વિપક્ષી નેતાએ શહેરીજનોને સ્ટેચ્યૂ ઓફ યુનિટી જવા માટે વિનામૂલ્યે બસ ફાળવવાની માગ કરી

માત્ર 75 બસોમાં જીપીએસ સિસ્ટમ લાગેલી છે
તેમણે આક્ષેપ કરતા વધુમાં જણાવ્યું કે, એજન્સીના જણાવ્યા પ્રમાણે 110 બસો ચાલે છે. પરંતુ, વાસ્તવમાં કેટલી બસો ચાલે છે તેની ખબર નથી. કારણ કે જીપીએસનું મોનિટરીંગ કોર્પોરેશનમાં સિટી કમાન્ડ કંટ્રોલમાં છે અને આ સોફ્ટવેરનો ભરોસો કેટલો તેનો ખ્યાલ નથી. કોર્પોરેશને મોટા ઉપાડે આઇટીએમએસની વાત કરી હતી. 200 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ હતો. પરંતુ, માત્ર 75 બસોમાં સિસ્ટમ લાગેલી છે. પરંતુ, તે પણ એક્ટિવ નથી. બસો ઉપર ટાઇમ શિડ્યુલનું ડિસ્પ્લે થતું નથી. જેથી 200 કરોડનો પ્રોજેક્ટનું શું થયું તેની ખબર નથી.

એક-એક કલાકના અંતરે બસો મળી રહી છે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જરૂરિયાત કરતા ઓછી બસો શહેરના નાગરીકોની સુવિધા માટે દોડી રહી છે. ટેન્ડર પ્રમાણે 10 મિનિટમાં બસ મળવી જોઇએ. લાંબા રૂટની બસ 30 મિનિટમાં નાગરીકોને મળવી જોઇએ. પરંતુ, એક-એક કલાકના અંતરે બસો મળી રહી છે, ત્યારે કોર્પોરેશન દ્વારા સવા કરોડ સિટી બસ સુવિધા માટે ખર્ચ કરવા છતાં, જો નાગરીકોને સુવિધા મળતી ન હોવાથી અમે વિરોધ કરીએ છે. આ સંજોગોમાં ભાજપે પગલાં ભરવાને બદલે 17 બસોની સુવિધા લીધી છે. જે ભાજપાને ભ્રષ્ટાચારને છાવરી રહી છે.

જરૂરિયાત કરતા ઓછી બસો શહેરના નાગરીકોની સુવિધા માટે દોડી રહી છે
જરૂરિયાત કરતા ઓછી બસો શહેરના નાગરીકોની સુવિધા માટે દોડી રહી છે

મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરશે
વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, જો ભાજપના નેતાઓ કેવડીયા કારોબારીમાં જવા માટે વિનામૂલ્યે બસ સેવા લેતી હોય તો, વડોદરાના સિનિયર સિટીઝનો, બાળકો અને મહિલાઓને પણ કેવડિયા સ્ટેચ્યૂ ઓફ યુનિટી જવા માટે વિનામૂલ્યે બસ સેવા પૂરી પાડવા અમારી માંગણી છે. આ અંગે અમે મેયરને રજૂઆત કરીશું. આ બાબતમાં તપાસ કરવાની માંગણી કરું છું. ગત ઓગસ્ટમાં 200 કરોડ રૂપિયાનો આઇ.ટી.એમ.એસ.નો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. જે સામે એસ.ટી. ડેપો ઉપર કોઇ સુવિધા નથી. મુસાફરોને આવીને પૂછવું પડે છે. મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરીશું.

AC બસો બંધ હોવાથી 17 બસો વિનામૂલ્યે કોર્પોરેશનને આપી છે
વિપક્ષી નેતા અમી રાવતના આક્ષેપો સામે વિનાયક સિટી બસ ડેપોના મેનેજર નરેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું કે, જનમહેલમાં ચોખ્ખાઇ અને બસના ટાઇમ ટેબલ અમારે લગાડવાનો અધિકાર નથી. અમારે માત્ર બસ સેવા પૂરી પાડવાની છે. હાલમાં ચાલતી 110 બસો અંગે ઉમેર્યું હતું કે, હાલ સ્કૂલો-કોલેજો બંધ હોવાના કારણે બસ હોવાના કારણે બસો ઓછી દોડી રહી છે. સ્કૂલના બાળકો માટે 25 બસો દોડાવતા હતા. જે હાલ બંધ છે. લોકલ ટ્રેન બંધ હોવાના કારણે મુસાફરો ઓછા મળવાથી બસો બંધ છે. હાલ કોરોના કાળ હોવાથી એ.સી. બસો બંધ હોવાથી 17 બસો વિનામૂલ્યે કોર્પોરેશનને આપી છે.

અન્ય સમાચારો પણ છે...