વડોદરામાં રાહુલ ગાંધી વિવાદમાં:બે-બે વખત ઋત્વિજ જોશીએ સૂતરની આંટી પહેરાવવાનો પ્રયત્ન કર્યો પણ રાહુલ ગાંધીએ હાથ હડસેલી દીધો, નેતાજી ભોંઠા પડી ગયા

વડોદરા2 મહિનો પહેલા
  • 'વર્ષો સુધી ગાંધી અટક ધારણ કરી પરિવારે દેશ ચલાવ્યો, તેમને આંટી પહેરવામાં પણ તકલીફ છે?':ભરત ડાંગર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે છે. તેઓ દાહોદ પહોંચે તે પહેલા વડોદરા એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જોકે, વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ તેમને બે-બે વખત સૂતરની આંટી પહેરાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેમને સૂતરની આંટી પહેરી નહોતી અને હાથમાં લઇ લીધી હતી. જેને પગલે ઋત્વિજ જોશી ભોંઠા પડી ગયા હતા.

પૂર્વ મેયરે ટ્વીટ કરીને રાહુલ ગાંધી પર પ્રહાર કર્યાં
વડોદરા શહેરના ભાજપના નેતા અને પૂર્વ મેયર ભરત ડાંગરે ટ્વીટ કરતા જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજીની અટક ધારણ કરીને વર્ષો સુધી જે પરીવારે દેશ પર હુકુમત ચલાવી તેમના ફરજંદને પૂજ્ય બાપુની પ્રિય ખાદીની આંટી પહેરવામાં પણ તકલીફ છે ? તે પણ ગુજરાતમાં ?. આ બાબતે દિવ્યભાસ્કરે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમનો સંપર્ક થઇ શક્યો નહોતો.

વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ તેમને બે-બે વખત સૂતરની આંટી પહેરાવવાનો પ્રયાસ કર્યો હતો
વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ તેમને બે-બે વખત સૂતરની આંટી પહેરાવવાનો પ્રયાસ કર્યો હતો

રાહુલ ગાંધીનું વડોદરા એરપોર્ટ પર સ્વાગત
દાહોદ આદિવાસી અધિકાર રેલીમાં ભાગ લેવા માટે વડોદરા એરપોર્ટ પર આવી પહોંચેલા રાહુલ ગાંધીનું ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા, શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, વિપક્ષી નેતા અમીબેન રાવતે કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમયે સુરતની આંટી પહેરવાને લઇને વિવાદ ઉભો થયો હતો. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ તેમને બે-બે વખત સૂતરની આંટી પહેરાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેમને સૂતરની આંટી પહેરી નહોતી અને હાથમાં લઇ લીધી હતી. વડોદરા એરપોર્ટ પર રાહુલ ગાંધીએ નાસ્તો કરીને હેલિકોપ્ટર દ્વારા દાહોદ આદિવાસી અધિકાર રેલીમાં ભાગ લેવા માટે રવાના થયા હતા.

સુરતની આંટી પહેરવાને લઇને વિવાદ ઉભો થયો હતો
સુરતની આંટી પહેરવાને લઇને વિવાદ ઉભો થયો હતો
અન્ય સમાચારો પણ છે...