તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:દિલીપ નેપાલી-સંજય પટેલ વચ્ચે તૂ તૂ મૈં મૈં, વોર્ડ નં.8માં ટેકેદારનું નામ બદલાતાં વિવાદ

વડોદરા20 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • શું ચાલી રહ્યું છે તે અમને ખબર છે: દિલીપ

વોર્ડ 8 માં ભાજપના ઉમેદવારોની સાથે સયાજીગંજના ધારાસભ્ય જીતેન્દ્ર સુખડીયા હાજર રહ્યા હતા. મીનાબેન ચાૈહાણના ટેકેદાર તરીકે પૂર્વ કોર્પોરેટર દિલીપ નેપાલીએ સહી કરી હતી. જોકે તેમના સ્થાને ટેકેદાર વોર્ડ પ્રમુખ સંજય પટેલે અન્ય ટેકેદારનું નામ ભરી દીધું હતું. જેના કારણે ફોર્મ ભરતી વેળાએ જ ચકમક ઝરી હતી. દિલીપ નેપાલીએ સાફ શબ્દોમાં સુણાવી દીધું હતું કે પક્ષ માટે કામ કરીએ છીએ જેથી ચૂપ બેઠા છે શું ચાલી રહ્યું છે તે અમને ખબર છે.

અમારે શું કરવાનું છે એ અમને ખબર છે. સયાજીગંજના ધારાસભ્યની હાજરીમાં જ ઉમેદવારો વચ્ચે પૂર્વ કોર્પોરેટર અને પ્રમુખ વચ્ચે તુ તુ મેં મેં ના દશ્યો સર્જાયા હતા. વોર્ડ 10ના 4 ઉમેદવાર પૈકી નીતિન ડોંગાના ફોર્મની ચકાસણીચાલી રહી હતી ત્યારે જાણ થઈ હતી કે, મહિલા ઉમેદવાર લીલાબેન મકવાણા રેશનકાર્ડની ઝેરોક્સ લાવવાનું ભૂલી ગયાં છે. જેથી પરિવારજનોને દોડાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો