ચૂંટણી પૂરી થયાને એક સપ્તાહ થયો છે અને તેમાં દશરથ ગામમાં માહોલ ગર્માયો છે. મધુશ્રિવાસ્તવ અને ધર્મેન્દ્રસિંહ વાધેલાના સમર્થકોમાં હાર-જીતને લઈને મારામારી થઈ હતી અને મામલો છેક પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો અને ત્યાં બંન્ને સમર્થકે એકબીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
આ અંગે પ્રાપ્ત થયેલી જાણકારી અનુસાર દશરથ ગામમાં રહેતા દિપક મહેશભાઈ ગુરખાની પત્ની ડિમ્પલબેન સોમવારે સવારે શાકભાજી લેવા માટે નિકળ્યા હતા ત્યાંરે તેઓની સામે રહેતા રાજૂ મારવાડીની પત્ની પણ શાકભાજી લેવા માટે આવ્યા હતા . ત્યાંરે બંન્ને વચ્ચે તુતુ-મેમે થતા ઝગડો થયો હતો. દિપકભાઈ બપોરે જ્યારે દિકરાને લેવા માટે જતા હતા ત્યારે રાજૂએ તેઓનો રસ્તો રોક્યો હતો અને તેમની સાથે ગાળાગાળી કરીને ઢોર માર માર્યો હતો.ઝગડો થતા અરવિંદ ઉર્ફે પેઈન્ટર પ્રજાપતિ, સુનિલ પ્રજાપતિ, અને સુનિલ પ્રજાપતિ ત્યાં આવી ગયા હતા અને દિપકને માર ઢોર માર માર્યો હતો.
ઝગડો થતા લોકોના ટોળા વળી ગયા હતા અને દિપકભાઈને છોડવાીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા અને ત્યાંથી દિપકે રાજુ, અરવિંદ અને સુરેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તો બીજી તરફ રાજૂ મારવાડીએ ફરિયાદ નોંધાવી હતી કે, બપોરે જ્યારે તેઓના પત્ની રાધા બેન શાક લઈ રહ્યા હતા ત્યારે દિપક ગુરખાની પત્ની અને મહેશ ગુરખા અને દિપક ગુરખા તેની સાથે ઝગડો કર્યો હતો અને બાદમાં દિપક અને સુરેશ ત્યાં એક્ટીવા લઈને આવ્યા હતા અને એક્ટીવા રાજૂને અડાવી દીધી હતી જેથી તેઓએ એક્ટીવાને ધક્કો મારી દીધો હતો. જેથી દિપક અને સુરેશ રાજૂને ઢોર માર માર્યો હતો આ દરમિયાન મંગળ ગીરી પણ આવી માર માર્યો હતો.
સમર્થકોની પત્નીઓથી કકળાટ શરૂ થયો હતો
અત્રે ઉલ્લેખનિય છે કે દિપક ગુરખા વાઘોડિયાના અપક્ષ ઉમેદ્દવાર મધુ શ્રીવાસ્તવનો સમર્થક છે અને રાજૂ મારવાડી ધર્મેન્દ્ર વાઘેલાનો સમર્થક છે. રાજૂ મારવાડીની પત્ની રાધા જ્યારે શાકભાજી લેવા આવી હતી ત્યારે તેણે ડિમ્પલને કહ્યું હતું કે તમે હારી ગયા અને અમે જીતી ગયા. તેને લઈને બંન્ને પક્ષ વચ્ચે ઝગડો થયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.