ધ્યાન:લાગણીઓને અંકુશમાં રાખે છે ધ્યાન, નેગેટીવિટી દૂર કરી દે છે

વડોદરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોવિડ-19એ ઘરે રહીને શાંત થવાની તક આપી છે

neuroscience of meditation
સર સયાજીરાવ ઇન્સ્ટિટ્યુટ ઓફ રીસર્ચ ઇન યોગ, આયુર્વેદ, ન્યુરોપેથી, મ્યુઝિક એન્ડ એલાઇડ સાયન્સ ‘યોગનિકેતન’ દ્વારા ‘ન્યુરોસાયન્સ ઓફ મેડિટેશન’ વિષયે વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેબિનારમાં વક્તા તરીકે કિરણ સિંગ્લોત હાજર રહ્યા હતા. ન્યુરોસાયન્સ ઓફ મેડિટેશન વિશે માહિતી આપતા કિરણ સિંગ્લોતે જણાવ્યું હતું કે, ચેતાવિજ્ઞાનમાં ધ્યાનની જુદી-જુદી પદ્ધતિઓનો સમાવેશ થાય છે. જેવા કે ઓશો ધ્યાન, યોગિક ધ્યાન. કમ્પરેટીવ અભ્યાસ અને એનાથી માણસનાં મગજ પર નર્વસ સિસ્ટમમાં ચાર પ્રકારનાં ચેન્જિસ આવે છે. જેમાં ન્યુરોકેમિકલ, ન્યુરોઇલેક્ટ્રીકલ, ન્યુરોબાયોલોજીકલ અને ન્યુરોબિહેવિયરલ ચેન્જિસનો સમાવેશ થાય છે.

હાર્ટ ડિસીસ, ડિપ્રેશન, બી.પી ઘટાડે છે

માણસને કોઇ પણ સ્ટ્રેસ ઉભો થાય તો તેમને હાર્ટ, બ્લડપ્રેશર અને ડિપ્રેશનની તકલીફમાંથી પણ મેડિટેશન કામ આવી શકે છે. ધ્યાનયોગ કરવાથી માનસિક શાંતિ મળે છે. તેને કારણે મગજમાં ચોક્કસ ફેરફારો પણ થતાં હોય છે. માણસનો વર્તન, વ્યવહાર અને ઇમોશન પર અંકુશ પણ મેડિટેશનને કારણે જ આવે છે. મેડિટેશનથી માણસનાં મનમાં જે કંઇ નેગેટીવ વિચારો આવતા હોય તેનો પણ અંત આવે છે. માણસ હંમેશા પોઝીટીવ વિચાર કરતો થઇ જાય. કોરોના લોકડાઉનમાં રહીને જે તણાવ અનુભવતા થયા છે તેને કારણે ઘણી તકલીફો પણ ઉભી થઇ છે. તેથી જો લોકડાઉન જેવા સમયમાં ધ્યાન કરવામાં આવે તો તેનાથી ઘણાં ફાયદા થાય છે. ગુસ્સો પણ આવતો નથી સાથે વિવિધ એક્ટીવીટી કરવા માટે આપણે પ્રેરાતા હોઇએ છીએ.

અન્ય સમાચારો પણ છે...