તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:દૂષિત પાણીથી થયેલા મોતના બનાવમાં આર્થિક સહાય કરો

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસે સભામાં દરખાસ્ત મૂકવાની તૈયારી બતાવી

ગંદા પાણીના કારણે મૃત્યુ પામેલાના પરિવારજનોને આર્થિક સહાય ચૂકવવા અને તેના માટે જવાબદાર અધિકારીને સસ્પેન્ડ કરવાની માગ કોંગ્રેસના સિનિયર કોર્પોરેટરોએ કરી છે. પાલિકાના વોર્ડ 8 ની કચેરીની સામે તાજેતરમાં એક મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું અને તેના મૃત્યુ પાછળ પાલિકા દ્વારા આપવામાં આવેલું ગંદું પાણી જવાબદાર હોવાનો આક્ષેપ તેમના પરિવારજનોએ કર્યો હતો. રોષે ભરાયેલા રિવારજનોએ વૉર્ડ કચેરીમાં તોડફોડ પણ કરી હતી. એટલું જ નહીં ગંદા પાણીના કારણે માત્ર 10 જ દિવસમાં ત્રણ મહિલાના મોત નિપજ્યા હોવાનું પણ આક્ષેપ કરાયો હતો.

પાલિકાના વિપક્ષના પૂર્વ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે,તા.1 જૂનથી ગંદુ અને ઓઈલ વાળું પાણી આવતું હતું તેવા વૉર્ડ 8 ની સામે આવેલા માળી મહોલ્લામાં નાગરિકોએ એટલી બધી ફરિયાદ કરી છે પરંતુ તેમની ગંદાપાણીની ફરિયાદ પાલિકા દ્વારા ગંભીરતાથી લેવાતી નથી અને જ્યારે ફરિયાદ કરવામાં આવે ત્યારે પાણીની લાઇન બંધ કરી દેવાતી હતી.

આ વિસ્તારમાં ત્રણ ત્રણ મહિલાના મોત ગંદા પાણી ના કારણે ઝાડા-ઉલટી થવાથી થયા હતા અને તેમના બાળકો અનાથ થવાથી કફોડી સ્થિતિ માં મુકાયા છે. આવા પરિવારજનોને માટે રાહત જાહેર થવી જોઈએ અને જેમના મૃત્યુ થયા છે તેમના પરિવારને 10 લાખ રૂપિયાની સહાય પાલિકાએ કરવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...