ઓડિટ રિપોર્ટમાં ઘટસ્ફોટ:કોન્ટ્રાક્ટરો કામ કરે છે પણ બિલમાં પુરાવારૂપે મૂળ ફોટોગ્રાફ્સ મૂકતા નથી

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નિયમનું પાલન થતું ન હોવાનો ઓડિટ રિપોર્ટમાં ઘટસ્ફોટ

શહેરમાં થતા વિકાસના કામોનો ઇજારો મેળવનારા કોન્ટ્રાક્ટરો એ તેમના બિલ ચુકવણી પૂર્વે દસ્તાવેજી પુરાવા રૂપે ફોટોગ્રાફ રજૂ કરવા ફરજિયાત હોય છે પરંતુ તેવું કરવામાં આવી રહ્યું નથી અને પાલિકાના નિયમનો ભંગ કરવામાં આવી રહ્યો છે અને તેનો ઉલ્લેખ પણ ઓડિટ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.

પાલિકામાં ખર્ચના બીલોની પ્રિ ઓડિટ પદ્ધતિ અમલમાં છે અને તેના કારણે ચૂકવણી પૂર્વે ઓડિટ વિભાગમાં તમામ બિલ તપાસણી માટે રજૂ કરવામાં આવે છે.જેમાં, જે તે ખાતા દ્વારા બીલ બનાવવાની પ્રક્રિયા દરમિયાન ઉદાસીનતા રખાતી હોવાનો ઘટસ્ફોટ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ફરી એક વખત થયો છે. પાલિકાના વર્ષ 2020-21ના ઓડિટ રિપોર્ટમાં ટકોર સાથે જણાવાયું હતું કે કેટલાક વાર્ષિક ઈજારાના અંદાજમાં રેટ એનાલિસિસ કરવાના બદલે બજારમાંથી વેપારીના કોટેશન મંગાવી ને લઘુતમ બજાર ભાવ મુજબ ગણતરી કરવામાં આવે છે અને આવા કોટેશન માં તારીખ સરનામું ફોન-નંબર પણ હોતા નથી અને ઘણી વખત તો કોટેશન ની ફોટોકોપી મૂકવામાં આવે છે કે જે બિલકુલ યોગ્ય નથી.

એટલું જ નહીં ઘણી વખત વર્ક ઓર્ડર માં કામ ની મુદત તારીખ માં ચેકચાક જોવા મળી રહી છે અને તેમાં સુધારો કરીને મુદતમાં વધારો કરાય છે તેની પણ ગંભીર નોંધ લેવામાં આવી છે.સામાન્ય વહીવટ વિભાગના વર્ષ 2018 ના પરિપત્ર મુજબ કામના દસ્તાવેજી પુરાવા રૂપે ફોટોગ્રાફ્સ રજુ કરવા ફરજીયાત છે પરંતુ તે રજૂ કરવામાં આવતા નથી અને ઘણા કિસ્સામાં તો માહિતી દર્શક બોર્ડના એનિમેટેડ ફોટોગ્રાફ રજૂ કરી છે બિલ મંજૂરી માટે વિભાગમાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...