તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડોક્ટર્સની ભરતી:કોરોના મહામારીને પગલે વડોદરાની સયાજી હોસ્પિટલમાં 32 તજજ્ઞ તબીબોની કરાર આધારિક નિમણૂંક

વડોદરા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ - Divya Bhaskar
વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ
  • વડોદરા જિલ્લા કલેક્ટરની મંજૂરીથી સયાજી હોસ્પિટલમાં તબીબોની નિમણૂંક કરવામાં આવી છે

વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલની મંજૂરી અને રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની જોગવાઇઓ અનુસરીને સયાજી હોસ્પિટલમાં કોવિડ સારવાર સેવાઓના મજબૂતીકરણ માટે 32 તજજ્ઞ તબીબોની 11 માસની મુદ્દતના કરારના આધારે ફિક્સ પગારથી નિમણૂંક કરવામાં આવી છે. આ લોકો વર્ગ-1ના તજજ્ઞ તબીબો તરીકે કોવિડની કામગીરી કરશે. તેમની સેવાઓ NHM હેઠળ લેવામાં આવશે.

તબીબોએ બરોડા મેડિકલ કોલેજમાંથી જ અનુસ્નાતકનું શિક્ષણ પૂર્ણ કર્યું છે
મહત્વની વાત એ છે કે, આ તબીબોએ બરોડા મેડિકલ કોલેજમાંથી જ અનુસ્નાતકનું શિક્ષણ પૂર્ણ કર્યું છે, એટલે સયાજી હોસ્પિટલનો કાર્યાનુભવ ધરાવે છે. રેસિડેન્ટ ડોકટર તરીકે આરોગ્ય સેવાઓ આપવાના છે, તેવા આ તજજ્ઞ તબીબોમાં મેડિસિન, એનેસ્થેસિયા, ઇમરજન્સી મેડિસિન, ટીબી અને ચેસ્ટ, પેથોલોજી, સર્જરી, બાળ રોગ અને નેત્ર રોગ જેવી મેડિકલ સ્પેશિયાલિટીના તબીબોનો સમાવેશ થાય છે.

કલેક્ટરે આરોગ્ય સેવાની ક્ષમતા અને સુસજ્જતા વધવાની અપેક્ષા વ્યક્ત કરી
વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં નવા 32 તબીબોની નિમણૂંકને પગલે હવે દર્દીઓની સુવિધામાં વધારો થશે, ત્યારે વડોદરા જિલ્લા કલેક્ટરે આ કરાર આધારિત ભરતીથી આરોગ્ય સેવાની ક્ષમતા અને સુસજ્જતા વધવાની અપેક્ષા વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...