સમસ્યા:વડોદરાના પૂર્વ વિસ્તારમાં દૂષિત પાણીથી કોરોના મહામારીમાં રોગચાળાનો ભય, સ્થાનિકોએ કહ્યું: 'પાણી નહીં તો વોટ નહીં'

વડોદરાએક વર્ષ પહેલા
પૂર્વ વિસ્તારમાં દુષિત પાણીની સમસ્યા - Divya Bhaskar
પૂર્વ વિસ્તારમાં દુષિત પાણીની સમસ્યા
  • વડોદરાના પૂર્વ વિસ્તારમાં ગંદા પાણીની સમસ્યા દૂર કરવામાં તંત્ર ઉણુ ઉતર્યુ
  • રામદેવગનરના રહીશોની અનેક રજૂઆતો છતાં પીવાનું શુદ્ધ પાણી મળતુ નથી

વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી દૂષિત પાણીની સમસ્યાથી લોકો ત્રસ્ત છે, ત્યારે ફરીથી ગંદુ પાણી આવતા હવે કોરોના મહામારીમાં રોગચાળો માથુ ઉચકે તેવો ભય ઉભો થયો છે. વડોદરાના આજવા રોડ પર છેલ્લા બે મહિનાથી ડ્રેનેજ મિશ્રિત દૂષિત પાણીનો ઉપયોગ કરતા રામદેવનગરના રહીશોને રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે.

વેરા વસુલતી પાલિકા ચોખ્ખુ પાણી આપે તેવી માંગ
વડોદરા શહેર પૂર્વ વિસ્તાર આજવા રોડ કમલાનગર તળાવ પાસેના રામદેવ નગર-2માં છેલ્લા બે મહિનાથી દૂષિત પાણીની સમસ્યા છે. વારંવાર સ્થાનિક વોર્ડ કચેરી ખાતે રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ હજી સુધી સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. સ્થાનિક રહીશોના પીવાના પાણીના નળમાં ગટર મિશ્રિત કાળુ અને પીળાશ પડતું પાણી આવી રહ્યું છે. સ્થાનિક રહીશો આ પાણીનો ઉપયોગ કરતા હોવાથી લોકોને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. નગરજનો પાસે વેરાની વસૂલાતમાં પાવરધુ બનતું મહાનગરપાલિકા તંત્ર સુવિધા પણ આપે તેવી સ્થાનિક રહીશોની માંગ છે.

ગંદા પાણીની સમસ્યાથી લોકો ત્રસ્ત
ગંદા પાણીની સમસ્યાથી લોકો ત્રસ્ત

સ્થાનિકો કહે છે કે, પાણી નહીં તો વોટ નહીં
રામદેવનગરમાં રહેતા શાંતાબેન પરમારે જણાવ્યું હતું કે, અમારે ત્યાં ગંદા પાણીની સમસ્યા છે, પીવાનું પાણી મળતુ નથી. અમારે ત્યાં એક વર્ષથી ગંદા પાણીની સમસ્યા ઉભી થયેલી છે. અમે રજૂઆતો કરી છે, પણ અમારૂ કોઇ સાંભળતુ નથી. અમે બે હાથ જોડીને ચોખ્ખુ પાણી આપવા માટે કહીએ છીએ. પણ કોઇ આવતુ નથી. અમારી મદદ કરશે તેને વોટ આપીશું નહીં પાણી નહીં મળે તો કોઇને વોટ નહીં આપીએ.

છેલ્લા એક વર્ષથી દૂષિત પાણીની સમસ્યા
છેલ્લા એક વર્ષથી દૂષિત પાણીની સમસ્યા

સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી
શિવસેનાના અગ્રણી તેજસ બ્રહ્મભટ્ટ જણાવ્યું હતું કે, જો ટૂંક સમયમાં આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે નિંદ્રાધીન તંત્રની આંખો ખોલવાનો પ્રયાસ કરાશે.

પીવાનું શુદ્ધ પાણી ન મળતા સ્થાનિકોમાં આક્રોશ
પીવાનું શુદ્ધ પાણી ન મળતા સ્થાનિકોમાં આક્રોશ
અન્ય સમાચારો પણ છે...