તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:નાગરવાડામાં લીકેજ થતાં હજારો લિટર પાણીનો વ્યય

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભર શિયાળે ચોમાસા જેવો માહોલ
 • છાશવારે લાઇનમાં ભંગાણથી ગુણવત્તા સામે સવાલ

નાગરવાડા નવીધરતી વિસ્તારમાં પીવાના પાણીની લાઈનમાં ભંગાણ પડતાં હજારો લીટર પાણી વેડફાયું હતું. શહેરને સ્માર્ટ સિટી બનાવવા ની વાતો થઇ રહી છે પરંતુ પાયાની સુવિધામાં છીંડા છે અને તેના કારણે સામાન્ય નાગરિકોને હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો છે.શહેરમાંથી પસાર થતી પાણી ડ્રેનેજ ની લાઈનમાં છાશવારે ભંગાણ થઈ રહ્યું છે અને તેની મરામત પાછળ પાલિકાને લાખો રૂપિયાનો ખર્ચો કરવો પડી રહ્યો છે.

પીવાના પાણીની લાઈનમાં થતા ભંગાણના કારણે શિયાળામાં ચોમાસા જેવો ઘાટ સર્જાયો છે. કારેલીબાગ ચેપીરોગ હોસ્પિટલ પાસે પાણીની લાઈનમાં પડેલા ભંગાણને મરામત હજી માંડ માંડ પૂરું થઈ છે.ત્યાં નાગરવાડા નવીધરતી સ્કૂલ તરફ જવાના માર્ગ પર પાણીની લાઈનમાં ભંગાણ પડયું હતું અને તેના કારણે હજારો લીટર પાણી વહી ગયું હતું. એક દીવસ અગાઉ કારેલીબાગમાં પાણીની લાઇનમાં ભંગાણ પડતા પાણીનો વ્યય થયો હતો. છાશવારે લીકેજથી વેડફાતા પાણીના બનાવો અંગે પુનરાવર્તન થતાં કામગીરી સામે સવાલ ઉભા થયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો