તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

PPE કિટનો ઉપયોગ:કોરોનામાં SSGમાં 30 કરોડની 2 લાખ પીપીઈ કિટનો વપરાશ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • પહેલી લહેરમાં દૈનિક 500, બીજી લહેરમાં 850 કિટનો ઉપયોગ
  • તબીબથી લઈને વર્ગ 4ના કર્મીઓને PPE કિટ ફાળવાઈ હતી

કોરોનાની બે લહેર દરમિયાન સયાજી હોસ્પિટલમાં 30 કરોડની પીપીઈ કિટ વપરાઈ છે. જેમાં સરેરાશ રૂા.1500ની કિંમતની પીપીઈ કિટ ઉપયોગમાં લેવાય છે. સયાજી હોસ્પિટલના કોરોના વિભાગના વહીવટી નોડલ અધિકારી ડો. બેલીમ ઓ.બી.એ જણાવ્યું કે, સયાજીમાં એક અંદાજ પ્રમાણે કોરોનાની પહેલી અને બીજી લહેરમાં 2 લાખથી વધુ પીપીઇ કિટ તબીબોથી લઈ વર્ગ 4ના કર્મીઓના આરોગ્ય રક્ષા માટે ઉપયોગમાં લેવાઈ છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે પ્રત્યેક સમયે પૂરતા જથ્થામાં તે ઉપલબ્ધ કરાવી છે. ફરજના 8 થી 10 કલાક સુધી આ કિટ પહેરી બળબળતા ઉનાળામાં વિકટ પડકારો વચ્ચે અકળામણ અને ભોજન ન લઈ શકાય તેવી પરિસ્થિતિનો સામનો કોરોના વોરિયર્સે કર્યો છે.

કોરોના વિભાગ ઉપરાંત ટેસ્ટ કરનારા કર્મચારીઓ, મૃત્યુ પામેલા દર્દીઓના શરીરને અંતિમ સંસ્કાર માટે તૈયાર કરનાર કર્મચારીઓ, વાહન ચાલકો અને દર્દીના સાથે રહેનારા સ્વજનો માટે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો.

પહેલી લહેરમાં જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર 2020ના પિક દરમિયાન સયાજી હોસ્પિટલમાં દૈનિક 500થી 550 કિટનો વપરાશ થયો હતો, જ્યારે બીજી લહેરમાં એપ્રિલ અને મે 2021ના પિક સમયમાં દૈનિક 800 થી 850 પીપીઇ કિટ ઉપયોગમાં લેવામાં આવી હતી.

2 પ્રકારની પીપીઈ કિટ ઉપયોગમાં લેવાઈ
કોરોનામાં કિટની સારી ક્વોલિટી અને થોડી વધુ જાડાઈની તેમજ વધુ GSM વાળી બનાવાઈ અને તેમાં લેમિનેટેડ કિટ અને નોન લેમિનેટેડનો ઉપયોગ થયો હતો. SSGમાં બે પ્રકારની કિટનો ઉપયોગ થયો હતો.જેમાં ગાઉન ટાઈપ, જ્યારે બીજી પેન્ટ અને જેકેટ પ્રકારનું હોય છે. 70 GSMથી વધુની કિટ કોરોનામાં રક્ષણ આપે છે.

અન્ય સમાચારો પણ છે...