પ્રજાને સંયમની સલાહ, નેતાઓ ફરી બેફામ:બાગ-બગીચા, મંદિરોમાં લોકોને ભીડ નહીં કરવા અને સોશિયલ ડિસ્ટન્સ રાખવા સતત એનાઉન્સમેન્ટ

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પેટ્રોલ-ડીઝલના ભાવના િવરોધમાં કોંગી નેતાઓએ ભીડ કરી,પોલીસે તમાશો જોઇ 40ને પકડીને છોડી મૂક્યા

શહેરના 117 બાગ-બગીચા,મંદીરો , 2 હજાર રેસ્ટોરાં અને 50 ટકા જિમ શુક્રવારથી ખૂલી ગયા છે. પાલિકાની ટીમો દ્વારા કમાટીબાગ સહીતના બગીચામાં પબ્લિક એનાઉન્સ સિસ્ટમ દ્વારા લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને માસ્ક પહેરવાની સાથે કોવિડ ગાઈડ-લાઈનનું પાલન કરવા સલાહ અપાઇહતી. શુક્રવારે સવારે 6 વાગ્યાથી કમાટીબાગ ખૂલતાં 300 જેટલા મોર્નિંગ વોકર પહોંચ્યાં હતાં.

બાગમાં કસરત કરવા આવનારા લોકોએ પણ ભીડ ન થાય તેની તકેદારી રાખી હતી. બીજી તરફ પેટ્રોલ-ડીઝલના ભાવ પ્રતિ લિટરે સો રૂપિયા પહોંચવાના આરે છે ત્યારે પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી ની આગેવાનીમાં શુક્રવારે શહેર કોંગી કાર્યકરોએ દેખાવો કર્યા હતા. જેમાં કારને દરોડાથી બાંધીને ખેંચી વિરોધ પ્રદર્શન કરાયું હતું.

જોકે આ વિરોધ પ્રદર્શનમાં સોશિયલ ડિસ્ટનસિંગના લીરેલીરા ઉડયા હતા.મંજૂરી વિના યોજેલા આ કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા. પોલીસે 40 જેટલા કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત કર્યા બાદ છોડી મૂકયા હતા. જેને લઇને કોરોના ગાઇડલાઇનના પાલન મામલે તંત્રની બેધારી નીતી ખુલ્લી પડી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...