તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Vadodara
 • Constable Was Arrested For Stealing A Mobile Phone And A Watch After Taking Rs 20,000 Cash For Not Making A Case For Alcohol In Vadodara

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તોડપાણીનો ગુનો:વડોદરામાં દારૂનો કેસ ન કરવા 20 હજારની રોકડ લીધા બાદ મોબાઈલ અને વોચ પડાવનાર કોન્સ્ટેબલની ધરપકડ, 3 સાગરીતની શોધખોળ શરૂ

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પોલીસ કોન્સ્ટેબલ રમેશ ગલસર - Divya Bhaskar
પોલીસ કોન્સ્ટેબલ રમેશ ગલસર
 • મુંબઇના કન્સલ્ટન્ટની ગાડીમાંથી દારૂની બે બોટલ મળતાં 20 હજારનો તોડ કર્યો હતો
 • યુવકે પોલીસ કમિશનરને ઇમેલથી ફરિયાદ કરતાં કોન્સ્ટેબલ સામે ગુનો નોંધાયો

મુંબઈના યુવકની ગાડીમાંથી ઈંગ્લીશ દારૂની બોટલો મળતા માંજલપુર પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલે કેસ ન કરવા માટે રૂ.20 હજારની લાંચ લીધા બાદ એપલ વોચ, ગુગલ પીક્સલ ફોન અને રૂ.18 હજાર રોકડા પણ ગાડીમાંથી કાઢી લીધા હતા. યુવકે પોલીસ કમિશનરને આ ઘટના અંગે ઈમેલ કરતા માંજલપુર પોલીસ સ્ટેશનમાં લાંચીયા પોલીસકર્મી વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો. માંજલપુર પોલીસે કોન્ટસ્ટેબલની ધરપકડ કરી છે અને તેના 3 સાગરીતોની શોધખોળ શરૂ કરી છે.

મુંબઇને કન્સલ્ટન્ટ ઉદયપુર જવા નીકળ્યો હતો
મુંબઈના ભાન્ડુપ (વેસ્ટ)માં રહેતો અમીતકુમાર (ઉ.વ.42) કન્સલ્ટન્ટ તરીકે નોકરી કરે છે. અમીત 12 નવેમ્બર 2020ના રોજ બપોરે 3 વાગે પોતાની હુંડાઈ કાર લઈ મુંબઈથી ઉદયપુર જવા નિકળ્યો હતો. જ્યારે મોડી રાતે બે વાગે અમીતે વડોદરાની હોટલમાં રોકાવાનું નક્કી કરી ગુગલ મેપમાં વડોદરા રેલવે સ્ટેશન પાસેનું લોકેશન સેટ કર્યું હતું.

ગાડીમાંથી ઈંગ્લીશ દારૂની બે બોટલ મળી આવી હતી
મેપના આધારે અમીત ચાપડ ગામ થઈ આગળના રસ્તા પર જતા એક સ્કોર્પિયો ગાડી બહાર ઉભેલા પોલીસકર્મી સહિત બે વ્યક્તિઓએ ગાડી રોકાવી હતી.પોલીસકર્મીએ ગાડી ચેક કરતા અમીતની ગાડીમાંથી ઈંગ્લીશ દારૂની બે બોટલ મળી આવી હતી. અમીતને ગાડી પોલીસ સ્ટેશન લઈ લો તેમ કહી,તેની ગાડીને એક સુમસામ વિસ્તારમાં ઉભી રખાવી હતી. જ્યાં પોલીસકર્મી સાથેના બે વ્યક્તિએ અમીતની ગાડીમાં સરસામાન ચેક કર્યો હતો.પોલીસ યુનિફોર્મ પહેરેલ વ્યક્તિએ અમીતને દારૂનો કેસ કરવો પડશે તેમ જણાવ્યું હતું.

કેસની પતાવટ માટે કોન્સ્ટેબલે 20 હજારની લાંચ લીધી
જ્યારે અમીતે કેસની પતાવટનું કહેતા પોલીસકર્મીએ રૂ.20 હજારની લાંચ માંગી હતી. અમીતે એટીએમ કાર્ડમાંથી રૂ.10 હજાર અને અન્ય રૂ.10 હજાર બીપીસીએલના પેટ્રોલ પંપના ક્રેડીટ કાર્ડમાંથી સ્વાઈપ કરાવી ઉપાડી આપ્યાં હતાં.અમીતે દારૂની બોટલો પણ પોલીસકર્મીના કહેવાથી તેને આપી દિધી હતી. અમીત ઉદેપુર પહોચીને ગાડી તપાસતા તેમાંથી રૂ.40 હજારની એપલ વોચ,રૂ.40 હજારનો ગુગલ પીક્સલ ફોન અને રૂ.18 હજાર રોકડા મળ્યા ન હતાં. અમીતે પો. કોન્સ્ટેબલ રમેશ ગલસરને ફોન કરી ગાડીમાંથી વસ્તુઓ મળી રહી ન હોવાનું જણાવતા પોલીસ કોન્સ્ટેબલે તેના માણસો આવું ન કરી શકે તેમ કહી રૂબરૂ મળવાનું જણાવ્યું હતું. જોકે પો. કોન્સ્ટેબલ મળતો ન હતો. આખરે અમીતકુમારે ઈમેલ મારફતે આ ઘટના અંગે પોલીસ કમિશનરને ફરિયાદ કરી હતી.

કોન્સ્ટેબલ રમેશ ગલસર માંજલપુર પોલીસમાં 2 વર્ષથી ફરજ બજાવે છે
બી.જી. ચેતરિયા, પીઆઈ, માંજલપુર પોલીસસ્ટેશન એ જણાવ્યુ કે, આરોપી પોલીસ કોન્સ્ટેબલ રમેશ ગલસર માંજલપુર પોલીસ સ્ટેશનમાં છેલ્લાં 2 વર્ષથી ફરજ બજાવે છે. તેની સામે આ પહેલો ગુનો દાખલ થયો છે. જ્યારે આ ફરિયાદમાં આરોપી રમેશ ગલસર સામે પ્રોહિબિશન અને ભ્રષ્ટાચાર અટકાવવાનો અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો