તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા પોલિસ કમિશનરની કાર્યવાહી:સાઇબર ક્રાઇમના ગુનાની સમાંતર તપાસ ચલાવતો કોન્સ્ટેબલ સસ્પેન્ડ

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • PCB બ્રાન્ચના 7 પોલીસ કર્મીને તેમના પોલીસ સ્ટેશનમાં પરત મોકલાયા
 • ફરિયાદો મળ્યા બાદ તપાસના અંતે પોલીસ કમિશનરનો સપાટો

શહેર પોલીસ તંત્રની સાઇબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતો પોલીસ કોન્સ્ટેબલ નિહીર રાજેન્દ્ર જોશી સાઇબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતો હોવા છતાં ખાનગીમાં સમાંતર પોતાની સાઇબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશનને લગતી એજન્સી ચલાવતો હોવાનું તપાસમાં બહાર આવતાં પોલીસ કમિશનર ડો.શમશેરસિંગે તેને સસ્પેન્ડ કરી દીધો હતો. જ્યારે પીસીબીના 7 પોલીસ કર્મીઓને તેમના પોલીસ મથકમાં પરત મોકલવાનો પણ તેમણે હુકમ કર્યો હતો.

સાઇબર ક્રાઇમ બ્રાન્ચમાં નિહીર રાજેન્દ્ર જોષી 2019-20માં જ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ભરતી થયો હતો પણ તે ખાનગીમાં પોતાની તપાસ એજન્સી ચલાવતો હોવાની ફરિયાદો પોલીસ કમિશનરને મળતાં તેમણે એસીપી ક્રાઇમને તપાસ સોંપીહતી. તપાસમાં કોન્સ્ટેબલ નિહીર જોષી દોષીત જણાતા પોલીસ કમિશનરે તેને સસ્પેન્ડ કર્યો હતો.

જ્યારે તાજેતરમાં માંજલપુર પોલીસમાં પીસીબીનો કોન્સ્ટેબલ શૈલેન્દ્રસીંગ પીધેલી હાલતમાં પકડાયા બાદ ભાગી છૂટ્યો હોવાનો બનાવ બન્યો હતો. આ બનાવના પગલે પોલીસ કમિશનરે પીસીબીના 7 કોન્સ્ટેબલ હે.કો મનોજ રામકૃષણને ગોત્રી પોલીસમાં, એએસઆઇ ગુલાબસિંગ જુગજીભાઇને કન્ટ્રોલ રુમમાં, હે.કો સુરેશ મગનભાઇને માંજલપુરમાં, હે.કો અબ્દુલ મહમદ શેર મહંમદને સમા પોલીસમાં, હે.કો કુલદીપ નુભાઇને ટ્રાફિક શાખામાં તથા પો.કો બરપત ખીણાભાઇને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં તથા પો.કો જયેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહને છાણી પોલીસ સ્ટેશનમાં ફરજ પર પરત જવાનો હુકમ કર્યો હતો. પોલીસ કમિશનરના સપાટાથી પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો