તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુખદ:ભાયલી પાસે બાઇક સ્લિપ થઇ જતાં કોન્સ્ટેબલનું મોત, સમન્સ બજાવીને પરત ફરતી વેળા અકસ્માત

વડોદરા9 દિવસ પહેલા
 • કૉપી લિંક
અકસ્માતમાં મૃત્યુ પામેલા કોન્સ્ટેબલને સલામી અપાઇ હતી. - Divya Bhaskar
અકસ્માતમાં મૃત્યુ પામેલા કોન્સ્ટેબલને સલામી અપાઇ હતી.
 • સાથી કર્મીઓએ સલામી સાથે શ્રદ્ધાંજલિ અર્પી

તાલુકા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા દિનેશભાઇ દેસાઇભાઇ વસાવા (ઉવ.50)નું બુધવારે મોડી સાંજે બાઇક અકસ્માતમાં મોત નિપજ્યું હતું. તેઓ સમન્સ બજાવવાની કામગીરીથી પોલીસ સ્ટેશન તરફ પરત ફરી રહ્યાં હતા ત્યારે ભાયલી ગામ ખાતે આ દુર્ઘટના બની હતી. દિનેશભાઇ રાત્રે 8.30 વાગ્યાના સુમારે ભાયલી ગામ પાસેના લાલગુરુ પેટ્રોલ પંપ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે બાઇક અચાનક જ બાઇક સ્લીપ થઇ જતા તેમણે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને ઘટનાસ્થળે પટકાતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેમને તાત્કાલિક વાહનમાં ગોત્રી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યાં હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

મૃતક અધિકારીની તસવીર
મૃતક અધિકારીની તસવીર

ગુરુવારે બપોરે વાઘોડિયા રોડ સ્થિત ધનલક્ષ્મી સોસાયટી ખાતેના તેમના નિવાસ સ્થાને તાલુકા પોલીસ મથકના અધિકારી સહિત 40 જેટલા પોલીસ કર્મીઅો પહોંચ્યા હતા અને તેમને સલામી સાથે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. દિનેશભાઇના અણધાર્યા અવસાનથી તાલુકા પોલીસના જવાનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. તેમના સાથી જવાનોઅે જણાવ્યું હતું કે, દિનેશભાઇ મિલનસાર સ્વભાવના હતા. અચાનક બનેલી આ ઘટનાથી સૌ શોકમગ્ન છીઅે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો