તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શાળાઓ શરૂ:ધો.6થી8ની શરૂ થનારી સ્કૂલ માટે માત્ર 20% વાલીઓની જ સંમતિ

વડોદરા9 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • કોરોનાના કારણે બાળકોને સ્કૂલ મોકલવા વાલીઓમાં કચવાટ
 • ટ્રાન્સપોર્ટેશન શરૂ નહીં થતાં વાલીઅોની દ્વિધામાં વધારો

રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા પરિસ્થિતિ સામાન્ય બતાવવા માટે ધોરણ 6 થી 8 ની શાળાઓ પણ શરૂ કરી દેવાનો નિર્ણય કર્યો છે. જેના ભાગરૂપે ગુરુવારે 18મી તારીખથી 6 થી 8 શરૂ થશે. જોકે નાના બાળકોને વાલીઓ સ્કૂલે મોકલવા તૈયાર નથી હજુ સુધી માત્ર 20 ટકા વાલીઓ દ્વારા સંમતિ પત્રક મોકલાયા છે. કોરોનાના ડર વચ્ચે બાળકોને શાળાએ મોકલવા કે નહીં તે અંગે અસમંજસ ભરી પરિસ્થિતિ વાલીઓમાં પ્રવર્તી રહી છે. ઓનલાઇન શિક્ષણમાં સેટ થઈ ગયેલા વિદ્યાર્થીઓને નવા શૈક્ષણિક સત્રથી મોકલવાનું મન વાલીઓ બનાવી ચૂક્યા છે જોકે ખાનગી શાળાઓ દ્વારા ઓફલાઇન શિક્ષણકાર્ય ચાલુ થાય તે માટે પ્રયત્નશીલ છે.

ઓફલાઈન શાળા શરૂ કરવાની જાહેરાત તો સરકાર દ્વારા મોટા ઉપાડે કરી દેવાઈ છે પરંતુ ટ્રાન્સપોર્ટ નો પ્રશ્ન વાલીઓને સતાવી રહ્યો છે. ટ્રાન્સપોર્ટેશન શરૂ ન થતાં વિદ્યાર્થીઓને સ્કૂલે જવાની સૌથી મોટી સમસ્યા નો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા અગાઉ ધોરણ 9 થી 12 નું ઓફલાઇન શિક્ષણ શરૂ કરી દેવાયું છે. જોકે આ માધ્યમમાં પણ 50 ટકા કરતા ઓછા વિદ્યાર્થીઓ આવી રહ્યા છે. દેશના બીજા રાજ્યોમાં બ્રાઝિલ અને આફ્રિકાના કોરોના સ્ટ્રેઇનની એન્ટ્રી થયા પછી કેસોમાં વધારો થયો હોવાની વાતના પગલે વાલીઓમાં પણ ડર જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો