તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૂત્રોચ્ચાર:વોર્ડ 14ના સન્નીની ટિકિટ કપાતાં ટોળાનો કોંગી કાર્યાલયે સૂત્રોચ્ચાર, 2 હજાર ડિજિટલ મેમ્બર બનાવનારને ટિકિટની જાહેરાત કરાઈ હતી

વડોદરા20 દિવસ પહેલા
 • કૉપી લિંક

કોંગ્રેસે જાહેરાત કરી હતી કે, જે કાર્યકર 2 હજાર ડિજિટલ મેમ્બર બનાવે તેને ટિકિટ અપાશે, પરંતુ 2 હજારથી વધુ ડિજિટલ મેમ્બર બનાવનાર સન્નીનું નામ જાહેર ન થતાં આ કાર્યકર તેમજ ટેકેદારો રાત્રે કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને તેમણે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.

2 હજારથી વધુ ડિજિટલ મેમ્બર બનાવનાર સન્ની ચૌહાણને ટિકિટ મળશે તેમ મનાઇ રહ્યું હતું, પરંતુ વોર્ડ 14માં રાત સુધી તેનું નામ જાહેર ન થતાં ટિકિટ કપાઇ હોવાની આશંકા સાથે સન્ની ચૌહાણ તેમજ તેના કાર્યકરો રાત્રે કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. તમામે પક્ષમાં વ્હાલાઓને જ ટિકિટ અપાતી હોવાના આક્ષેપ સાથે જો સન્નીને ટિકિટ નહીં મળે તો પેનલનો એક પણ ઉમેદવાર જીતશે નહીં તેમ જણાવી કાર્યકરોએ ભારે સૂત્રોચ્ચાર કરતાં ઉત્તેજના ફેલાઇ હતી. જોકે રાત્રે કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રમુખ કે પછી અન્ય કોઇ હોદ્દેદાર હાજર ન હોવાથી ફોન કરીને રોષ ઠાલવ્યો હતો.

કોંગ્રેસમાંથી 10ની ઉમેદવારી, યાદીમાં નામ આવે તે પહેલાં જ 3 ઉમેદવારોએ ફોર્મ ભર્યાં
કોંગ્રેસે શુક્રવારે મોડી રાત્રે ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જે પૂર્વે 3 કોંગી ઉમેદવારોએ દિવસે ફોર્મ ભરી દીધા હતા. પાલિકાના કોંગી પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવના વોર્ડમાંથી યાદી જાહેર થતાં હેલા એસસી કેટેગરી પરથી ગૌરાંગ સુતરિયા અને મહિલા બેઠક પરથી સુવર્ણા પવારે ઉમેદવારી નોંધાવી હતી.જયારે બિલના પૂર્વ સરપંચે જય ભટ્ટે પણ દિવસે ફોર્મ ભરી દીધુ હતું.

કોંગ્રેસના ઉમેદવાર અજય ભરવાડ ટ્રાફિકમાં અટવાતાં અન્ય ઉમેદવારોએ રાહ જોવી પડી
કલેક્ટર કચેરી ખાતે શુક્રવારે વોર્ડ 4 માટે ફોર્મ ભરવા આવતા કોંગ્રેસના ઉમેદવાર અજય ભરવાડ ટ્રાફિકમાં અટવાતાં અન્ય 3 ઉમેદવારોને અડધો કલાક રાહ જોવી પડી હતી. કોરોના મહામારીને પગલે છૂટાછવાયા આવેલા ઉમેદવારો કલેક્ટર કચેરીના પ્રાંગણમાં ભેગા થયા હતા, જ્યાં પૂર્વ કોર્પોરેટર અનિલ પરમાર પહેલાં આવી જતાં અજય ભરવાડ માટે રાહ જોવી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો