વડોદરા:કોરોનાની મહામારીમાં સ્કૂલ ફી માફ કરવાની માંગ સાથે કોંગ્રેસ કાર્યકરોએ વડોદરા જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપ્યું

વડોદરા3 વર્ષ પહેલા

કોરોના વાઈરસની મહામારીના સમયમાં વડોદરા શહેરની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફી માફ કરવાની માંગણી સાથે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તાની આગેવાનીમાં કોંગ્રેસ કાર્યકરો દ્વારા વડોદરા જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
કોંગ્રેસનો આક્ષેપ, વાલીઓને ફી ભરે તો એડમિશન રદ્દ કરવાની સ્કૂલો ધમકી આપે છે 
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ઋત્વિજ જોષીની આગેવાનીમાં કોંગ્રેસ કાર્યકરો દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને આપવામાં આવેલા આવેદન પત્રમાં જણાવ્યું છે કે, કોરોના વાઈરસની મહામારીના પગલે હજી રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલો ક્યારથી શરૂ થશે તેની કોઇ જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ, વડોદરા શહેરની વિવિધ સ્કૂલો દ્વારા તેઓની સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓને ફી ભરી જેવા માટે ફોન કરવામાં આવી રહ્યા છે. તેઓએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, સ્કૂલો દ્વારા વાલીઓને ફી ભરી જવામાં નહીં આવે તો એડમિશન રદ્દ કરવાની પણ ધમકી આપવામાં આવી રહી છે.
સ્કૂલો વાલીઓને દબાણ રાલુ રાખશે તો કોંગ્રેસને આંદોલન કરશે
વધુમાં આવેદનપત્રમાં જણાવ્યું છે કે, કોરોના વાઈરસની મહામારીમાં શહેરની તમામ શાળાઓની ફી માફ કરવામાં આવે. તેની સાથે જે સ્કૂલો દ્વારા ફી ભરવા માટે વાલીઓને દબાણ કરવામાં આવે છે. તે તત્કાલિક બંધ કરવામાં આવે. જો શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલોની ફી માફ કરવામાં નહીં આવે અને વાલીઓને ફોન કરીને ફી ભરી જવા માટેનું દબાણ ચાલુ રાખવામાં આવશે તો ન છૂટકે કોંગ્રેસને આંદોલન કરવાની ફરજ પડશે.

અન્ય સમાચારો પણ છે...