વિરોધી:મોંઘવારી મુદ્દે કોંગ્રેસની પ્રતાપનગર સુધી પદયાત્રા, પત્રિકાનું વિતરણ

વડોદરા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
મોંઘવારીના મુદ્દે શહેર કોંગ્રેસ દ્વારા રાવપુરા વિધાનસભા વિસ્તારમાં માંડવીથી પ્રતાપનગર બ્રિજ સુધી પગપાળા ચાલી વિરોધ વ્યક્ત કર્યો હતો. - Divya Bhaskar
મોંઘવારીના મુદ્દે શહેર કોંગ્રેસ દ્વારા રાવપુરા વિધાનસભા વિસ્તારમાં માંડવીથી પ્રતાપનગર બ્રિજ સુધી પગપાળા ચાલી વિરોધ વ્યક્ત કર્યો હતો.
  • રાવપુરા વિધાનસભામાં પહેલી વખત કોંગ્રેસ જોડે ભીડ દેખાઈ

મોંઘવારી વિરુદ્ધ ચાલતા શહેર કોંગ્રેસના જનજાગૃતિ અભિયાન માં પહેલી વખત વિધાનસભા મતવિસ્તારમાં આયોજિત કાર્યક્રમમાં ભીડ જોવા મળી હતી પ્રથમ વખત માંડવીથી પ્રતાપ નગર બ્રિજ સુધી પગપાળા લોકો પણ જોડાયા હતા. મંદી, મોંઘવારી, ભ્રષ્ટચાર ને જન જાગરણ યાત્રાના માધ્યમ થી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જન જાગરણ અભિયાન ની શરૂઆત કરાઇ છે જેમાં વડોદરામાં તારીખ ૨૧ નવેમ્બર થી ૨૫ નવેમ્બર સુધી રોજ અલગ અલગ વિધાનસભામાં પદ યાત્રા નું આયોજન કરવામાં આવ્યુ છે પણ અગાઉ માંડ 50 થી 70 લોકો ભેગા થયા હતા.

જયારે રાવપુરા વિધાનસભા માં જન જાગરણ અભિયાનમાં માંડવી વિસ્તાર પાસે કૉંગ્રેસ કાર્યકરો મોટી સંખ્યામાં ભેગા થઈ પત્રિકા વિતરણ કરી પ્રતાપનગર સુધી પદયાત્રા કરી લોકોને જન જાગરણ અભિયાન વિશે માહિતગાર કર્યા હતા. જેની આગેવાની વડોદરા શહેર પ્રભારી ભાર્ગવ ઠક્કર જોડે વિરોધપક્ષ નેતા અમીબેન રાવત, પૂર્વ વિપક્ષ નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ, પ્રદેશ પ્રવક્તા નરેન્દ્ર રાવત, સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. પત્રિકા વિતરણ કરી જનતાને મોંઘવારી વિરોધી આંદોલનના મંડાણ કરવા આહવાન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...