વડોદરા:મોર્નિંગ વોકર્સ માટે બગીચા ખોલવા કોંગ્રેસ પ્રવક્તાએ CMને પત્ર લખ્યો કહ્યું: રોગપ્રતિકારક શક્તિ વધારવા કસરત જરૂરી છે

વડોદરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા શહેરનો સયાજીબાગ - Divya Bhaskar
વડોદરા શહેરનો સયાજીબાગ
  • કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યું કે, સરકારે પાનપડીકી સહિતના વેપાર ધંધામાં છુટછાટ આપી છે, તો મોર્નિગ વોકર્સ માટે બગીચા ખોલવા મંજૂરી આપવી જોઇએ

લોકડાઉ-04માં પાન-મસાલાને છૂટછાટો આપવામાં આવી છે, તો લોકોનું આરોગ્ય જળવાઇ રહે તે માટે મોર્નિંગ વોકર્સ માટે બગીચા ખોલવા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને કોગ્રેસ પ્રવક્તાએ પત્ર લખી માંગણી કરી છે.
કોરોનાના સંક્રમણથી અને ફેલાવાથી બચવા માટે રોગ પ્રતિકારક શક્તિ જરૂરી છે
વડોદરા શહેર કોંગ્રેસ પ્રવક્તા એડ્વોકેટ શૈલેશ અમીને પત્રમાં જણાવ્યું છે કે, કોરોના મહામારીનો ફેલાવો અટકાવવા દેશભરમાં લદાયેલા લોકડાઉનને અંદાજે 65 દિવસ પુરા થઇ ગયા છે. સતત આટલા લાંબા સમય માટે દેશભરમાં કરેલા લોકડાઉન બાદ હાલમાં લોકડાઉન-04માં ગુજરાત સરકારે પાનપડીકી સહિતના વેપાર ધંધામાં છુટછાટ આપી છે. કોરોના વાઈરસના સંક્રમણથી કે, ફેલાવાથી બચવા માટે વિશ્વભરનું વિજ્ઞાન, દરેક વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે સૂચન કરે છે. વૈજ્ઞાનિક મત મુજબ રોગ પ્રતિકારકારક શક્તિ વધારવા માટે વિટામીન ‘સી’, ‘ડી’, અને ‘ઝીંક’ ની સાથે મોર્નિંગ વોક કે શારીરિક કસરત અત્યંત આવશ્યક અને જરૂરી છે.  
શહેરના બાગ-બગીચા સવારે 5થી 9 વાગ્યા સુધી ખુલ્લા મુકવા માંગ
આ ઉપરાંત ડાયાબિટીસ, હૃદય રોગ તેમજ હાઈબ્લડ પ્રેશરના દર્દીઓને પણ ડોક્ટર દવાની સાથે સારવારના ભાગરૂપે નિયમિત મોર્નિંગ વોક કરવા માટે આગ્રહ રાખે છે. ડાયાબિટીસ, હૃદયરોગ, બ્લડપ્રેશર સિવાય પણ જયારે શહેરના મોટાભાગના લોકોને સ્વસ્થ રહેવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે વહેલી સવારના શુદ્ધ ઓક્સિજન સાથે મોર્નિંગ વોક કે કસરત ખુબ જરૂરી હોય છે ત્યારે જેમ બને તેમ જલ્દી લોકડાઉન-04ના સમયમાં ફેરફાર સાથે શહેરના બાગ બગીચા સવારે 5 કલાકથી 9 કલાક સુધી ખુલ્લા મુકવા જોઈએ એવી માંગ છે. દેશની રાજધાની દિલ્હીમાં પણ ગત અઠવાડિયે મોર્નિંગ વોકર્સ માટે બાગ બગીચા ખુલ્લા મુકવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...