તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંગ્રેસ અગ્રણી નજરકેદ:વડોદરામાં CMના આગમન પહેલા કોંગ્રેસ પ્રવક્તા ઋત્વિજ જોષીને પોલીસે નજરકેદ કર્યાં, ચૂંટણી અધિકારી સમક્ષ આદર્શ આચારસંહિતાના ભંગની ફરિયાદ કરી

વડોદરા22 દિવસ પહેલા
 • કૉપી લિંક
વડોદરામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના આગમન પહેલા કોંગ્રેસ પ્રવક્તા ઋત્વિજ જોષીને પોલીસે નજરકેદ કર્યાં છે - Divya Bhaskar
વડોદરામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના આગમન પહેલા કોંગ્રેસ પ્રવક્તા ઋત્વિજ જોષીને પોલીસે નજરકેદ કર્યાં છે
 • વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી નિષ્પક્ષ અને શાંતિમય રીતે યોજાય તેવી માગ અને વિનંતી કરી

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચાર માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે વડોદરા આવનાર છે, ત્યારે વડોદરા શહેરમાં કોંગ્રેસ અગ્રણી અને પ્રવક્તા ઋત્વિજ જોષીને પોલીસે નજર કેદ કર્યાં છે, જેથી તેઓએ આદર્શ આચારસંહિતાનો ભંગ ગણાવીને ચૂંટણી અધિકારી સમક્ષ લેખિતમાં ફરિયાદ કરી છે.

મુખ્યમંત્રી સરકારી કામ માટે આવતા નથી, જેથી પોલીસને અમારાથી દૂર કરો
કોંગ્રેસ અગ્રણી અને પ્રવક્તા ઋત્વિજ જોષીએ ચૂંટણી અધિકારીને કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, વડોદરા શહેરમાં ચૂંટણી ચાલી રહી છે અને ચૂંટણીનો પ્રચાર પણ ચાલી રહ્યો છે, જેમાં આજે રાજ્યના મુખ્યમંત્રી ભાજપના સ્ટાર પ્રચારક તરીકે આવે છે, જેમાં કોઇ પણ જાતના સરકારી કામકાજ ન હોવાથી અમે રાજકીય પક્ષના સ્પોક પર્સન હોવાથી અમે પણ અમારે પણ ચૂંટણી પ્રચાર માટે અલગ-અલગ જગ્યાએ જવાનું હોય, અમને વડોદરા પોલીસ વિભાગ દ્વારા નજરકેદ કરેલા હોવાથી આદર્શ આચાર સંહિતાનો ભંગ થાય હોવાથી વડોદરા પોલીસને અમારાથી દૂર કરવી જોઇએ. એવી અમારી વિનંતી છે.

ઋત્વિજ જોષીએ ચૂંટણી અધિકારી સમક્ષ આદર્શ આચારસંહિતાના ભંગની ફરિયાદ કરી
ઋત્વિજ જોષીએ ચૂંટણી અધિકારી સમક્ષ આદર્શ આચારસંહિતાના ભંગની ફરિયાદ કરી

ચૂંટણી નિષ્પક્ષ અને શાંતિમય રીતે યોજાય તેવી માગ કરી
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, વડોદરામાં સામાન્ય ચૂંટણી ચાલે છે, ત્યાં સુધી અમને નજરકેદ કરી શકે નહીં, એવા તાત્કાલિક ધોરણે પગલા લેશો, જેથી કરીને આદર્શ આચારસંહિતાનું ચૂસ્તપણે પાલન થાય અને વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી નિષ્પક્ષ અને શાંતિમય રીતે યોજાય તેવી અમારી માગ અને વિનંતી છે.

ચૂંટણી અધિકારીને કરેલી ફરિયાદમાં મહાનગરપાલિકાની ચૂંટણી નિષ્પક્ષ અને શાંતિમય રીતે યોજાય તેવી માગ અને વિનંતી કરી છે
ચૂંટણી અધિકારીને કરેલી ફરિયાદમાં મહાનગરપાલિકાની ચૂંટણી નિષ્પક્ષ અને શાંતિમય રીતે યોજાય તેવી માગ અને વિનંતી કરી છે

કોંગ્રેસના સૈનિકો પર ભાજપે આચરસંહિતાનું ઉલ્લંઘન કરતો હુમલો કર્યો
કોંગ્રેસ અગ્રણી અને પ્રવક્તા ઋત્વિજ જોષીએ જણાવ્યું હતું કે, ભારતીય સૈનિકો પર પુલવામાના આંતકવાદી હુમલામાં શહિદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા નમન કરું છું. આજે કોંગ્રેસના સૈનિકો પર ભાજપ દ્વારા આચરસંહિતાનું ઉલ્લંઘન કરતો જે હુમલો કરવામાં આવ્યો છે, તેની નિંદા કરુ છું. આજે ભાજપના સ્ટાર પ્રચારક વિજય રૂપાણી ચૂંટણી પ્રચાર અર્થે વડોદરા આવી રહ્યા છે, ત્યારે કોંગ્રેસના સૈનિકોને નજરકેદ કરવામાં આવે તે કેટલું યોગ્ય? મારી ઘરે પોલીસે મને નજરકેદ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો