તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Vadodara
 • Congress Slammed 8 Opposition Councilors For Corruption Outside The Mayor's Chambers Demanding An Apology From The Mayor In Vadodara

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:વડોદરામાં વિપક્ષના 8 કાઉન્સિલરોને ભ્રષ્ટાચારી કહેતા કોંગ્રેસે મેયરની ચેમ્બર બહાર આવેદનપત્ર ચોટાડ્યું, મેયર માફી માગે તેવી ઉગ્ર માગ કરી

વડોદરા10 દિવસ પહેલા
વડોદરામાં વિપક્ષના 7 કાઉન્સિલરોને ભ્રષ્ટાચારી કહેતા કોંગ્રેસે મેયર માફી માગે તેવી માગ કરી હતી
 • મ્યુનિ. કમિશનર પી. સ્વરૂપને પણ કોંગ્રેસે રજૂઆત કરી

વડોદરા શહેરના મેયરે કોંગ્રેસના 7 કાઉન્સિલરોને ભ્રષ્ટાચારીઓ તરીકે ઓળખાવતા શહેર કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં આજે કોર્પોરેશનની કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. અને મેયરની ચેમ્બર બહાર આવેદનપત્ર ચોટાડીને માફી માગવાની માંગણી કરી હતી.

મેયરના નિવેદનનો કોંગ્રેસે વિરોધ કર્યો
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો થઈ ગયો હતો. માત્ર 7 બેઠકો આવતા કોંગ્રેસના કાઉન્સિલરોને વિપક્ષ તરીકેનો પણ દરજ્જો મળ્યો નથી, ત્યારે બજેટ માટે મળેલી સામાન્ય સભામાં મેયર કેયુર રોકડિયાએ વિપક્ષના કાઉન્સિલરોને ભ્રષ્ટાચારીઓ તરીકે ઓળખાવતા કોંગ્રેસ કાઉન્સિલરોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો હતો. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલની આગેવાનીમાં કોંગ્રેસ કાઉન્સિલરો તેમજ કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ખંડેરાવ માર્કેટ કોર્પોરેશનની કચેરી ખાતે એકઠા થયા હતા અને મેયર દ્વારા કરવામાં આવેલા નિવેદનનો વિરોધ કર્યો હતો. મેયર પોતાની ચેમ્બરમાં હાજર ન હોવાથી કોંગ્રેસ દ્વારા મેયર ચેમ્બરની બહાર આવેદનપત્ર ચોંટાડી માફી માંગવાની માંગણી કરી હતી. તે સાથે કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને પણ મળી રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા.

કોંગ્રેસે મેયરની ચેમ્બર બહાર આવેદનપત્ર ચોટાડ્યું
કોંગ્રેસે મેયરની ચેમ્બર બહાર આવેદનપત્ર ચોટાડ્યું

મેયર માફી માગે તેવી કોંગ્રેસની માગ
વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે, વડોદરા મહાનગરપાલિકામાં છેલ્લા 25 વર્ષથી સત્તા ભોગવી રહેલ ભાજપ દ્વારા ભ્રષ્ટાચારમાં મજા મૂકવામાં આવી છે, ત્યારે આ ભ્રષ્ટાચારીઓ દ્વારા જ કોંગ્રેસ કાઉન્સિલરોને ભ્રષ્ટાચારીઓ કહીને લોકશાહીની મજાક ઉડાવવામાં આવી રહી છે. મેયર દ્વારા કોંગ્રેસ માટે જે નિવેદન કરવામાં આવ્યુ છે તે માટે માફી માગવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

મ્યુનિ. કમિશનર પી. સ્વરૂપને પણ કોંગ્રેસે રજૂઆત કરી
મ્યુનિ. કમિશનર પી. સ્વરૂપને પણ કોંગ્રેસે રજૂઆત કરી

સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યાં વિના કોંગ્રેસના કાર્યકરો એકત્ર થયા
કોંગ્રેસ દ્વારા આજે યોજાયેલા પ્રદર્શનમાં ખંડેરાવ માર્કેટ કોર્પોરેશનની કચેરી ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો ઉમટી પડ્યા હતા. વડોદરા શહેરમાં એક તરફ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે કોંગ્રેસ દ્વારા આજે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યાં વગર એકઠા થયા હતા અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો