તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિવેદન:કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહ વડોદરાની મુલાકાતે, કહ્યું: 'મોંઘવારીએ અજગરી ભરડો લીધો, કોરોનાની ત્રીજી લહેર આવવાની તૈયારી છે, દેશ સંકટમાં છે'

વડોદરા25 દિવસ પહેલા
કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહ પારિવારીક પ્રસંગમાં હાજરી આપવા માટે આજે વડોદરા આવ્યા હતા
  • સુરતમાં કોર્પોરેશનમાં કેટલીક સીટો જીતવી, તેનો અર્થ એ નથી કે, આપનું તમામ રાજ્યોમાં વર્ચસ્વ છેઃ દિગ્વિજયસિંહ

કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહ પારિવારીક પ્રસંગમાં હાજરી આપવા માટે આજે વડોદરા આવ્યા હતાં. જ્યાં દિગ્વિજયસિંહે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દેશમાં મોંઘવારીએ અજગરી ભરડો લીધો છે. હજી કોરોનાની ત્રીજી લહેર આવવાની તૈયારી છે. દેશ સંકટમાં છે.

કાશ્મીરના લોકો સાથે ચર્ચા કરીને મુદ્દાનું સમાધાન થવું જોઇએ
કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહે વધુમાં જણાવ્યું હતું કે, કાશ્મીર મુદ્દે સરકારે મારી વાત ધ્યાનમાં લીધી તે બદલ હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભારી છું, તેઓ તમામ નેતાઓ સાથે ચર્ચા કરી ઉકેલ લાવવા પ્રયાસ કરી રહ્યા છે. કાશ્મીરનો મુદ્દો સંવેદનશિલ છે, જેથી કાશ્મીરના લોકો સાથે ચર્ચા કરીને સમાધાન થવું જોઇએ.

હરણી એરપોર્ટ પર આવી પહોંચેલા મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહ સ્વાગત કરાયું હતું
હરણી એરપોર્ટ પર આવી પહોંચેલા મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહ સ્વાગત કરાયું હતું

પ્રદેશ પ્રમુખનો નિર્ણય પાર્ટી હાઇકમાન્ડ કરશે
ગુજરાતમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ તરીકે પાટીદારને મૂકવો જોઇએ કે નહીં તેવા સવાલમાં તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાત કોંગ્રેસના અગ્રણી હાર્દિક પટેલે ગુજરાતમાં અનામત માટે મોટું આંદોલન ચલાવ્યું હતું. અને ગુજરાતમાં તેની ઘણા દિવસથી ગુજરાતમાં માગ થઇ રહી છે. જોકે, તેનો નિર્ણય પાર્ટી હાઇકમાન્ડ કરશે.

આમ આદમી પાર્ટીને દરેક રાજ્યમાં ચૂંટણી લડવાનો અધિકાર છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી પણ રાષ્ટ્રીય પાર્ટી છે. તેને પણ દરેક રાજ્યમાં ચૂંટણી લડવાનો અધિકાર છે, પરંતુ, ચૂંટણી જીતવી એટલી સરળ નથી. સુરતમાં કોર્પોરેશનમાં કેટલીક સીટો જીતી લાવવી, તેનો અર્થ એ નથી કે, પાર્ટીનું તમામ રાજ્યોમાં વર્ચસ્વ છે. દરેક પાર્ટી ચૂંટણી જીતવા માટે મેદાનમાં ઉતરતી હોય છે. આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં પ્રવેશી છે, ત્યારે તેઓ પણ આગામી વિધાનસભાની ચૂંટણી માટે તૈયારીઓ કરે તેમાં કોઇ ખોટું નથી.

સુરતમાં કોર્પોરેશનમાં કેટલીક સીટો જીતવી, તેનો અર્થ એ નથી કે, આપનું તમામ રાજ્યોમાં વર્ચસ્વ છેઃ દિગ્વિજયસિંહ
સુરતમાં કોર્પોરેશનમાં કેટલીક સીટો જીતવી, તેનો અર્થ એ નથી કે, આપનું તમામ રાજ્યોમાં વર્ચસ્વ છેઃ દિગ્વિજયસિંહ

હરણી એરપોર્ટ પર કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહનું સ્વાગત કરાયું
વડોદરાના હરણી એરપોર્ટ પર આવી પહોંચેલા મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહનું વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, વિપક્ષી નેતા અમી રાવત, પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, અમીત ગોટીકર સહિતના સ્થાનિક કોંગ્રેસી આગેવાનોએ પુષ્પગુચ્છ આપી ભવ્ય સ્વાગત કર્યું હતું. કોંગેસ નેતાને આવકારવા માટે કોંગ્રેસના સ્થાનિક કાર્યકરો મોટી સંખ્યામાં હરણી એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...