તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા:કોંગ્રેસે 204 પરપ્રાંતીયોને વ્યક્તિ દીઠ રૂપિયા 600 ચૂકવીને તેઓના વતન રવાના કર્યાં

વડોદરા10 મહિનો પહેલા

લોકડાઉનમાં ફસાયેલા પરપ્રાંતિયોને ભાડૂ ચૂકવીને વતન મોકલવા માટે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનીયા ગાંધીએ આદેશ કર્યો છે. જે આદેશના પગલે શહેર કોંગ્રેસ દ્વારા 204 પરપ્રાંતિયોને પ્રતિ વ્યક્તિ દીઠ રૂપિયા 600 ચૂકવીને તેઓના વતન રવાના કર્યા હતા. 

કોંગ્રેસ અધ્યક્ષા સોનીયા ગાંધીના આદેશ અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના માર્ગદર્શન હેઠળ વડોદરા શહેર કૉંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ દ્વારા શ્રમિકો ની યાદી બનાવવામાં આવી હતી. અને શ્રમિકોની વાસ્તવિક પરિસ્થિતિ અને સરકારની લાચારી અને કેટલાક લોકોના રાજકારણ વચ્ચે પણ આ યાદી ને લઈ કલેકટર સમક્ષ શ્રમિકોને વતન મોકલવા અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. 

આજે ઉત્તરપ્રદેશ જનાર ટ્રેનમાં કૉંગ્રેસ પક્ષની યાદીમાંથી જે નામ આવ્યા તે નામ ના 204 લોકોને આજે કોંગ્રેસ પક્ષમાંથી રૂપિયા ૬૦૦ દરેક વ્યકતિ દીઠ ભાડું ચુકવવામાં આવ્યુ હતું.  વડોદરા શહેર કોંગ્રેસ પ્રવક્તા અમિત ઘોટીકર, શહેર ઉપપ્રમુખ અશોક ગુપ્તા, મ્યુ. કાઉન્સિલર અનિલ પરમાર, પ્રદેશ ના નેતા નિલેશ બ્રહ્મભટ્ટ, અજય સાટીયા, ચિરાગ શાહ, મેહુલ પંડ્યા સાથે અન્ય લોકો જોડે રહી વોર્ડ નંબર 2 ની ઓફીસ, વોર્ડ નંબર 3 ની ઓફીસ અને નર્મદભવન ખાતે પરપ્રાંતિયોને રૂપિયા 1,22,400 રૂપિયા રોકડમાં આપ્યા હતા. અને તેઓને વતન રવાના કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો