તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોદીના ફોટોનો વિરોધ:વડોદરામાં વેક્સિનેશન બાદ અપાતા હેલ્થ સર્ટિફિકેટમાં PMનો ફોટો આવતા કોંગ્રેસનો વિરોધ, આચારસંહિતાને ભંગ ગણાવી ફોટો હટાવવાની માંગ કરી

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને અપાતા હેલ્થ સર્ટિફિકેટમાં PM મોદીનો ફોટો - Divya Bhaskar
ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને અપાતા હેલ્થ સર્ટિફિકેટમાં PM મોદીનો ફોટો
 • વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખે કહે છે કે, સર્ટિફિકેટમાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓની તસવીરો દૂર કરવાની ચૂંટણીપંચ સમક્ષ માંગ છે

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ શરૂ થઇ ગયા છે અને આચારસંહિતાનો અમલ ચાલી રહ્યો છે, ત્યારે ફ્રન્ટલાઈન વોરિયર્સને હાલ વેક્સિન આપવાની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે વેક્સિનેશનનો લાભ લેનાર તબીબો તથા તેની સાથે સંકળાયેલાઓને અપાતા હેલ્થ સર્ટીફિકેટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો આવતો હોવાની ઘટનાને વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખે આચારસંહિતાનો ભંગ ગણાવ્યો છે.

હેલ્થ સર્ટિફિકેટમાં PM મોદીના ફોટોને કોંગ્રેસે આચારસંહિતાનો ભંગ ગણવ્યો
વૈશ્વિક મહામારી કોરોનામાં ભારતે રસી શોધ્યા બાદ હાલ વડોદરામાં રસીકરણ ચાલી રહ્યું છે. આ રસીકરણમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. અંદાજે 7,500થી વધુ હેલ્થ વર્કરોને અત્યાર સુધી રસી અપાઇ ચૂકી છે. જે હેલ્થ વર્કરોને રસી અપાઇ છે, તેઓને રસી લીધાનો એક મેસેજ આવે છે. જે ક્લિક કરવાથી એક સર્ટિફિકેટ જનરેટ થાય છે. આ સર્ટિફિકેટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર હોવાથી તેની સામે શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ(ટીકા)એ વાંધો ઉઠાવ્યો છે અને આ ઘટનાને આચાર સંહિતાનો ભંગ ગણવ્યો છે.

હેલ્થ વર્કરના સર્ટિફિકેટમાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓની તસવીરો દૂર કરવાની માંગ
વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યું છે કે, હાલ જ્યારે પાલિકાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને આચારસંહિતાનો અમલ છે તેવા સમયે કોઈપણ સરકારી વિભાગના કાગળ પર નેતાનું નામ કે ફોટો હોઈ શકે નહીં. ચૂંટણી જાહેર થઇ હોવા છતાં સરકારી સર્ટીફિકેટમાં નરેન્દ્ર મોદીનો ફોટો હોવો આચારસંહિતાનો ભંગ છે. તાત્કાલિક સરકારી સોફ્ટવેરમાં બદલાવ થવો જોઇએ અને રસી લેનાર હેલ્થ વર્કરના સર્ટિફિકેટમાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓની તસવીરો દૂર કરવામાં આવે તેવી અમારી ચૂંટણીપંચ સમક્ષ માંગ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો