તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવ વધારાના મુદ્દે કોંગ્રેસે કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું, એક્સાઈડ ડ્યુટી ઘટાડીને રાહત આપવા માંગ

વડોદરા2 મહિનો પહેલા
 • લોકોની હાલત કફોડી છે, છતાં સરકારના પેટનું પાણી હલતુ ન હોવાના આક્ષેપ

પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવ વધારા મુદ્દે વડોદરા શહેર કોંગ્રેસે આજે વડોદરા કલેક્ટર કચેરી ખાતે આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને વડોદરા કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી.

પેટ્રોલ અને ડીઝલના અને ગેસના ભાવમાં વારંવાર વધારાને લઈને દેશની પ્રજાની હાલત કફોડી બની રહી છે અને દેશવાસીઓ આરોગ્યલક્ષી અને આર્થિક હાડમારીનો સામનો કરી રહ્યા છે, ત્યારે સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવો તેમજ એક્સાઈઝ ડયુટીમાં વારંવાર વધારો કરીને પ્રજાની મુશ્કેલી વધારી રહી છે. તેવા આક્ષેપો સાથે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રશાંત પટેલ પાલિકાના વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત ભથ્થુ તેમજ કોંગ્રેસ કાર્યકરો દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને તેઓ દ્વારા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપી માંગ કરી હતી કે, સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલનો ભાવવધારો પાછો ખેંચવામાં આવે અને એક્સાઈઝ ડ્યુટીમાં પણ વધારો પાછો ખેંચવામાં આવે.

લોકડાઉન પછી પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. બીજી તરફ આવશ્યક ચીજવસ્તુઓના ભાવોમાં પણ કમરતોડ વધારો થવા છતાં સરકારના પેટનું પાણી હાલતું નથી. બીજી તરફ મંદીમાં લોકોના હાલ બેહાલ થઈ રહ્યાં છે, ત્યારે રાજ્ય સરકારોએ એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરીને પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થાય તે દિશામાં પગલા લેવા જોઈએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો