માંગણી:જેઇઇ અને નીટની પરીક્ષા લેવા સામે કોંગ્રેસનો વિરોધ

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના કેસ વધી રહ્યા છે ત્યારે પરીક્ષા ન યોજવા માંગ

એન્જિનિયરિંગ અને મેડિકલ ક્ષેત્રમાં એડમિશન લેવા માટે મહત્વની નીટ અને જે ઇઇ મેઈન એક્ઝામ લેવા સામે વિરોધ કરવા માટે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરમાં દેખાવો ધરણા કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસીઓએ વિરોધ દરમિયાન બસ રોકવા જતા પોલીસ દ્વારા બળપ્રયોગ કરવામાં આવ્યો હોવાના દ્રશ્યો સ્થળ પર સર્જાયા હતા. કોરોનાના કેસો માં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે.

તેવા સમયે એન્જિનિયરિંગ અને મેડિકલ ક્ષેત્રમાં વધુ અભ્યાસ માટે એડમિશન મેળવવા લેવામાં આવતી નીટ અને જેઇઇ મેઈન એકઝામ લેવાનો નિર્ણય બોર્ડ દ્વારા લેવામાં આવ્યો છે આ નિર્ણયનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. શહેરમાં અકોટા દાંડિયાબજાર ચારરસ્તા પાસે કોંગ્રેસ દ્વારા પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો. યુવા એનએસયુઆઇના કાર્યકરો દ્વારા પોતાની વાત સરકાર સુધી પહોંચાડવા માટે સરકારી બસ પર પોતાની માંગણી દર્શાવતા સ્ટીકરો ચોંટાડવામાં આવ્યાં હતા. વિરોધ દરમિયાન એસટી બસ રોકતા પ્રદર્શનકારીઓને પર બળપ્રયોગ કરવામાં આવતા કાર્યકરો સાથે ઘર્ષણ થયું હતું. જો કે આખરે મામલો થાળે પડયો હતો.

અન્ય સમાચારો પણ છે...