તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Vadodara
 • Congress Objected To Husband Of BJP Woman Candidate Appearing With Party Symbol In Vadodara, Election Official Removes BJP Worker From Polling Station

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કર્મચારીઓના મતદાનમાં વિવાદ:વડોદરાના ભાજપના મહિલા ઉમેદવારના પતિ પક્ષના સિમ્બોલ સાથે દેખાતા કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો, ચૂંટણી અધિકારીએ BJP કાર્યકરને મતદાન સ્થળેથી હટાવી દીધા

વડોદરા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
બરોડા હાઇસ્કૂલ બગીખાના ખાતે સરકારી કર્મચારીઓનું મતદાન યોજાયું હતું. - Divya Bhaskar
બરોડા હાઇસ્કૂલ બગીખાના ખાતે સરકારી કર્મચારીઓનું મતદાન યોજાયું હતું.
 • આજે બરોડા હાઇસ્કૂલ બગીખાના ખાતે સરકારી કર્મચારીઓનું મતદાન યોજાયું હતું

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી અંતર્ગત પાલિકા તેમજ અન્ય સરકારી વિભાગના કર્મચારીઓ જેમને ચૂંટણી ફરજની જવાબદારી આપવામાં આવી છે, તેઓનું આજે બરોડા હાઇસ્કૂલ બગીખાના ખાતે મતદાન યોજાયું હતું. જેમાં ભાજપના ઉમેદવારના પતિ પક્ષના સિમ્બોલ સાથે ચૂંટણી સ્થળે જોવા મળતા કોંગ્રેસે આ સામે વાંધો લીધો હતો. ત્યાર બાદ ચૂંટણી અધિકારીએ ભાજપના કાર્યકર્તાને ત્યાંથી રવાના કર્યાં હતા.

ચૂંટણી એજન્ટે વાંધો લઇને ચૂંટણી અધિકારીને રજૂઆત કરી હતી
પાલિકાની ચૂંટણી માટે જે સરકારી કર્મચારીઓને ચૂંટણી ફરજ સોંપી છે, તે પૈકી કોર્પોરેશન તથા અન્ય સરકારી વિભાગના કર્મચારીઓ માટે આજે બગીખાના સ્થિત બરોડા હાઇસ્કૂલ ખાતે બેલેટ પેપરથી મતદાન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેનો આજે બીજો દિવસ હતો. આ પ્રક્રિયા અંતર્ગત આજે યોજાયેલા મતદાન ટાણે ભાજપના મહિલા ઉમેદવાર રાખીબેન શાહના પતિ મનોજ શાહ મતદાન સ્થળે પાર્ટીનો કમળવાળો સિમ્બોલ કોટીમાં પહેરી ફરતા જોવા મળ્યા હતા. જે સામે કોંગ્રેસના ચૂંટણી એજન્ટ કલ્પેશ પટેલે વાંધો લઇને ચૂંટણી અધિકારીને રજૂઆત કરી હતી.

વડોદરાના ભાજપના મહિલા ઉમેદવારના પતિ પક્ષના સિમ્બોલ સાથે દેખાતા કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો હતો
વડોદરાના ભાજપના મહિલા ઉમેદવારના પતિ પક્ષના સિમ્બોલ સાથે દેખાતા કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો હતો

ચૂંટણી અધિકારીએ તાત્કાલિક ભાજપના મનોજ પટેલને ત્યાંથી રવાના કર્યાં
કોંગ્રેસની ફરિયાદને પગલે ફરજ હાજર ચૂંટણી અધિકારીએ તાત્કાલિક મનોજ પટેલને ત્યાંથી રવાના કર્યાં હતા. જે અંગે ભાજપના ઉમેદવારના પતિ દ્વારા આચારસંહિતાનો ભંગ થયો હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી.

ચૂંટણી અધિકારીએ BJP કાર્યકરને મતદાન સ્થળેથી હટાવી દીધા હતા
ચૂંટણી અધિકારીએ BJP કાર્યકરને મતદાન સ્થળેથી હટાવી દીધા હતા
ચૂંટણી એજન્ટે વાંધો લઇને ચૂંટણી અધિકારીને રજૂઆત કરી હતી
ચૂંટણી એજન્ટે વાંધો લઇને ચૂંટણી અધિકારીને રજૂઆત કરી હતી
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો