વિધાનસભાની ચૂંટણીમાં સામાન્ય નાગરિકો ઇવીએમ મશીન મારફતે મતદાન કરે છે, પરંતુ સરકારી કર્મચારીઓ અને પોલીસ વિભાગના કર્મચારીઓ ચૂંટણી અગાઉથી મતદાન કરતા હોય છે. વર્ષ 2017ની ચૂંટણીમાં શહેર જિલ્લાની 10 બેઠકો પર 10,376 કર્મચારીઓએ મતદાન કર્યું હતું. જેમાંથી સૌથી વધુ 51 ટકા વોટ ભાજપને મળ્યા હતા. જો કે તેથી ઉલટું વર્ષ 2012 માં સૌથી વધુ કોંગ્રેસને વોટ મળ્યા હતા.
દેશમાં લોકસભા, રાજ્યસભા કે અન્ય ચૂંટણીમાં સરકારી કર્મચારીઓ અને પોલીસ સ્ટાફ ખડે પગે ફરજ બજાવતા હોય છે. જેના પગલે તેઓ મતદાન પ્રક્રિયામાં મત આપવા ભાગ લઈ શકતા નથી. ચૂંટણી પંચ ચૂંટણી પહેલા જ સરકારી કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરાવે છે. સામાન્ય રીતે પોસ્ટલ બેલેટના મતો ચાલુ સરકારના વિરોધમાં હોય તેવું મનાય છે.
પરંતુ વર્ષ 2017માં ભાજપને 51% વોટ પ્રાપ્ત થયા હતા. જો કે તેથી ઊલટું વર્ષ 2012માં સરકારી કર્મચારીઓ કોંગ્રેસ તરફી મતદાન કર્યું હતું. વર્ષ 2017માં કુલ 11,105 કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મત આપ્યા હતા, જેમાં ભાજપને 5,317 અને કોંગ્રેસને 4,978 મત મળ્યા હતા. બીજી તરફ માત્ર 4 ટકા વોટ અન્ય પાર્ટીને મળ્યા હતા. જોકે 2012માં કોંગ્રેસને 5,385 સરકારી કર્મીએ મત આપ્યો હતો અને 982 મત ભાજપને ઓછા મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2007ની ચૂંટણીમાં માત્ર 878 કર્મચારીઓએ મતદાન કર્યું હતું, જેમાં પણ કોંગ્રેસને સૌથી વધુ 454 મત મળ્યા હતા. 2012ની ચૂંટણીમાં સૌથી વધુ પોસ્ટલ બેલેન્સથી મતદાન માંજલપુરમાં નોંધાયું હતું, જેમાં 2147 સરકારી કર્મીએ મતદાન કર્યું હતું, જેના પરિણામમાં 1403 વોટ કોંગ્રેસ અને 405 વોટ ભાજપને મળ્યા હતા. તે જ રીતે 2017માં પણ માંજલપુરમાં સરકારી કર્મીઓએ કોંગ્રેસ તરફથી મતદાન કર્યું હતું.
કયા વર્ષે પોસ્ટલ બેલેટથી કેટલું મતદાન | ||||
વર્ષ | ભાજપ | કોંગ્રેસ | અન્ય | કુલ |
2017 | 5,317 (47%) | 4,978 (44%) | 451 (4%) | 11,105 |
2012 | 4,403 (42%) | 5,385 (51%) | 323 (3%) | 10,376 |
2007 | 327 (37%) | 454 (51%) | 91 (11) | 878 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.