તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:ફોર્મ ભરવાના 2 દિવસ પહેલાં કોંગ્રેસે 56 નામો જાહેર ન કર્યાં

વડોદરા21 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • ચિરાગ ઝવેરી અંગેનું સસ્પેન્સ અકબંધ રખાયું
 • વોર્ડ 10માં કોંગ્રેસની ટિકિટ માટે ભાજપ નેતાની ભલામણ

સામાન્ય રીતે ભાજપની યાદી છેલ્લી ઘડીઅે જાહેર કરવામાં અાવતી હોય છે પરંતુ અા વખતે ભાજપે અેક સાથે 76 ઉમેદવારો નામ જાહેર કરી દીધા છે ત્યારે તેની સામે કોંગ્રેસમાં અાજે ઉમેદવારોની યાદી જાહેર ન થતાં ભારે સસ્પેન્સ સર્જાયું છે. કોંગ્રેસે અગાઉ 20 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા, જેમાં 7 પૂર્વ કોર્પોરેટરના નામો જાહેર કરવામાં અાવ્યાં છે પરંતુ તેમાં વોર્ડ 18માં ચિરાગ ઝવેરીનું નામ હજી સુધી જાહેર થયું ન હોવાના કારણે અા બાબત હાલ ભારે ચર્ચાનો વિષય બની છે.

ચિરાગ ઝવેરી અંગેનું સસ્પેન્શ અકબંધ રખાયું છે. વોર્ડ નંબર 10 માં ભાજપના પૂર્વ કોર્પોરેટરે કોંગ્રેસમાંથી દાવેદારી કરવા ઇચ્છતા વાસણાના કાર્યકરની ભલામણ શહેર કોંગ્રેસ પ્રમુખને કરી હોવાની ચોંકાવનારી વિગતો જાણવા મળી છે. ભાજપના ફાયરબ્રાંડ પૂર્વ મહિલા કોર્પોરેટરે શહેર કોંગ્રેસ પ્રમુખને ફોન કરીને કાર્યકરને ટિકિટ આપવા માટે વાત કરી હતી. જેના પગલે પ્રદેશ કક્ષાએ તેમનું નામ મોકલવામાં આવ્યું હતું. જેને પગલે વોર્ડ નંબર 10 માં કોંગ્રેસના અન્ય દાવેદારોમાં આ મુદે રોષ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો