તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાલિકાની જેમ જિલ્લા-તાલુકા પંચાયત અને નગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે બળવાના ડરે છેલ્લી ઘડી સુધી નામ જાહેર કર્યાં ન હતાં. પરંતુ સંભવિતોની યાદી ફરતી કરી હતી. શનિવારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ત્યારે કોંગ્રેસે ઉમેદવારોને ફોન કરીને ફોર્મ ભરી દેવા જણાવ્યું હતું. જિલ્લા કોંગ્રેસ દ્વારા ઉમેદવારોને છેલ્લી ઘડીએ મેન્ટેડ અપાવવાની સંભાવના છે.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સાગર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, શુક્રવારે મોડી રાત સુધી ચર્ચા કરી હતી. જ્યારે હજુ સુધી ઉમેદવારોના નામની યાદી જિલ્લા કોંગ્રેસે જાહેર કરી નથી. કોંગ્રેસના કાર્યકરો પોતાની રીતે જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની બેઠક પર ફોર્મ ભરી રહ્યાં છે. જેમાં અમુક નામો પર કોંગ્રેસના નેતાઓ-કાર્યકર્તાની સર્વસંમતિ પણ છે.
વલણ જિલ્લા પંચાયતની સીટ પર એમ.આઈ.પટેલ, ચોરંદા જિલ્લા પંચાયત બેઠક પર ધનેશ વસાવા, વડુ જિલ્લા પંચાયત બેઠક પર અર્જુનસિંહ પઢિયાર અને ચોકારી જિલ્લા પંચાયત કૈલાશ નટવરસિંહ પઢિયારે ફોર્મ ભર્યું હતું. જિલ્લા પંચાયત માટે 84, તાલુકા પંચાયતમાં 372 ફોર્મ ભરાયાં છે.
કોંગ્રેસે જિ. પં.ની 27 બેઠક માટે સંભવિતોની યાદી જાહેર કરી
અનગઢ | પારૂલબેન પી. મકવાણા
ભાદરવા | મીનાક્ષીબેન એમ. રણા
ચાણોદ | વિણાબેન રમેશભાઈ તડવી
ચોકારી | કૈલાશબેન એન. પઢિયાર
ચોરંદા | ધનેશભાઈ બાબુભાઈ વસાવા
ડભાસા | ડો.પ્રીન્સ છત્રસિંહ
દશરથ | નરેન્દ્ર રોહિત
ગણપતપુરા | અલ્કાબેન જે. પરમાર
ગોરજ | હંસાબેન એન. પટેલ
કંડારી | દિપ્તીબેન ભાસ્કરભાઈ ભટ્ટ
કોટંબી | મંજુલાબેન બી. વસાવા
મીયાંગામ |નરસિંહભાઈ સી. વસાવા
મોભા |નીરૂબેન બી. ગોહિલ
પીલોલ |બળવંતસિંહ જી. પરમાર
પોર |ગોપાલસિંહ ટાંટોડ
સાધલી |રાધાબેન ચતુરભાઈ વસાવા
સયાજીપુરા |સતીષ એન. વસાવા
શેરખી |અસ્મીતાબેન બી. પરમાર
શિહોરા |સુશીલાબેન કે. રાજગોર
સીમળીયા |જયેશભાઈ ઠાકોર
શિનોર |રંજનબેન એમ. પટેલ
સોખડા |કિરણસિંહ ખુમાનસિંહ રાઠોડ
થુવાવી |સોનલબેન સી. પટેલ
વડુ |અર્જુનસિંહ ઉદેસિંહ પઢિયાર
વાઘોડિયા |કૃણાલ પી. પટેલ
વલણ |મુબારકભાઈ આઇ. પટેલ
વાંકાનેર |ખુમાનસિંહ એસ. પરમાર
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.