ભાજપનો વિજય:વડોદરા તાલુકા પંચાયતની રાયપુર બેઠક પર ભાજપની જીત થતાં કોંગ્રેસની ફેર મતગણતરીની માગ, ભાજપના ઉમેદવારની 8 મતથી જીત

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
રસાકસીભરી પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો 8 મતે વિજય થયો - Divya Bhaskar
રસાકસીભરી પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો 8 મતે વિજય થયો
  • ભાજપના ઉમેદવારની ફેર ગણતરીમાં પણ 8 મતથી જીત, સમર્થકોએ વિજયોત્સવ મનાવ્યો

વડોદરા ગ્રામ્યના રાયપુર તાલુકા પંચાયતની યોજાયેલી રસાકસીભરી પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો 8 મતે વિજય થયો છે. કોંગ્રેસના હરીફ ઉમેદવારે ફેર મતગણતરીની માગણી કરી હતી. ફેર મતગણતરીમાં પણ ભાજપના ઉમેદવારને હરીફ ઉમેદવાર કરતા વધુ 8 મત મળતા વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો. ભાજપના ઉમેદવારનો વિજય થતાં સમર્થકોએ વિજયોત્સવ મનાવ્યો હતો.

ચૂંટણીમાં કુલ 6284 મતદારોએ મતદાન કર્યું હતું
વડોદરા ગ્રામ્યના રાયપુર તાલુકા પંચાયતની 3 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે અર્જુનભાઇ રાયસીંગભાઇ સોલંકી અને કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્રભાઇ ગણપતભાઇ સોલંકી ચૂંટણી મેદાનમાં હતા. આ રસાકસીભરી ચૂંટણીમાં કુલ 6284 મતદારોએ મતદાન કર્યું હતું. આજે નર્મદા ભુવન છઠ્ઠા માળે યોજાયેલી મતગણતરીના અંતે ભાજપના ઉમેદવાર મહેન્દ્રભાઇ સોલંકીનો 8 મતે ભવ્ય વિજય થયો હતો. ભાજપના ઉમેદવારનો વિજય થતાં ભાજપમાં ખુશીની લહેર છવાઇ ગઇ હતી.

સમર્થકોએ વિજયોત્સવ મનાવ્યો હતો
સમર્થકોએ વિજયોત્સવ મનાવ્યો હતો

આજે મતગણતરી હાથ ધરાઇ
ચૂંટણી અધિકારી વાય.આર ગોસાઇએ જણાવ્યું હતું કે, રાયપુર તાલુકા પંચાયતની ચૂંટણી 3-10-021ના રોજ યોજાઇ હતી. આ ચૂંટણીમાં ભાજપાના ઉમેદવાર અર્જુનભાઇ રાયસીંગ સોલંકી અને કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્રભાઇ ગણપતભાઇ સોલંકી સીધો જંગ હતો. આ ચૂંટણી કુલ 6284 મતદારોએ મતદાન કર્યું હતું. ઇ.વી.એમ. મશીન દ્વારા યોજાયેલી ચૂંટણીની મતગણતરી આજે બંને ઉમેદવારો અને ચૂંટણી એજન્ટોની ઉપસ્થિતિમાં હાથ ધરવામાં આવી હતી. મતગણતરી શાંતિપૂર્ણ સંપન્ન થઇ હતી. કોઇ અપ્રિય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

કોંગ્રેસના હરીફ ઉમેદવારે ફેર મતગણતરીની માગણી કરી હતી
કોંગ્રેસના હરીફ ઉમેદવારે ફેર મતગણતરીની માગણી કરી હતી

ભાજપના ઉમેદવારની ફેર ગણતરીમાં પણ 8 મતથી જીત
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાયપુર તાલુકા પંચાયતની બેઠક માટેની આ ચૂંટણીમાં ભાજપાના ઉમેદવાર અર્જુનભાઇ સોલંકીને 3103 અને કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્રભાઇ સોલંકીને 3095 મળ્યા હતા. જ્યારે નોટામાં 86 મત મળ્યા હતા. મતગણતરીના અંતે ભાજપના ઉમેદવાર અર્જુનભાઇ સોલંકીને 8 મતે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. જોકે, ભાજપના ઉમેદવાર માત્ર 8 મતથી વિજયી થતાં કોંગ્રેસના ઉમેદવાર દ્વારા પુનઃ મતગણતરીની માગણી કરવામાં આવી હતી. ચૂંટણી અધિકારીએ કોંગ્રેસના ઉમેદવારની માગ સ્વીકારીને પુનઃ મતગણતરી કરવામાં આવી હતી., પુનઃ મતગણતરીના અંતે પણ ભાજપના ઉમેદવારનો 8 મત વધુ મળતા તેઓને સત્તાવાર વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...