તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Congress Demanded To Stop Levying Administrative Charges From Lorries And Beds. Handed Over The Application Form To The Commissioner In Vadodara

રજૂઆત:વડોદરામાં લારી-ગલ્લા અને પથારાવાળાઓ પાસેથી વહીવટી ચાર્જ વસૂલવાનું બંધ કરવાની માગ સાથે કોંગ્રેસે મ્યુ. કમિશનરને આવેદનપત્ર આપ્યું

વડોદરા3 મહિનો પહેલા
લારી-ગલ્લા અને પથારાવાળાઓ પાસેથી વહીવટી ચાર્જ વસૂલવાનું બંધ કરવાની માગ સાથે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું
  • રાત્રિ બજારમાં આવેલી દુકાનોના ભાડા માફ કરીને પાલિકા રાહત આપે તેવી પણ માગ કરી

વડોદરા મહાનગરપાલિકા લારી-ગલ્લા અને પથારા ધારકો પાસેથી વહીવટી ચાર્જ વસૂલવાનું બંધ કરે અને રાત્રિ બજારમાં આવેલી દુકાનોના ભાડા માફ કરીને રાહત આપે તેવી માગ સાથે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું. આ અંગે કોંગ્રેસ સામાન્ય સભામાં દરખાસ્ત પણ રજૂ કરશે.

છેલ્લા દોઢ વર્ષથી લારી ગલ્લાવાળાના ધંધા બંધ હતા
વડોદરા શહેર કોગ્રેસે આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, એક તરફ કોરોના મહામારીના કારણે લોકડાઉન કરવામાં આવ્યું હતું. પરિણામે છેલ્લા દોઢ વર્ષથી લારી ગલ્લાવાળાના ધંધા બંધ હતા. લારી-ગલ્લાવાળાઓને બે ટાઇમ પોતાના પરિવારનું ભરણપોષણ કરવું પણ મુશ્કેલ થઇ ગયું હતુ અને બીજી બાજુ ગરીબ લારી-ગલ્લાવાળા પાસેથી પ્રતિમાસ રૂપિયા 500થી રૂપિયા 1500 સુધી વહીવટી ચાર્જ લેવામાં આવે છે. વહીવટી ચાર્જ લેવા છતાં પણ લારી ગલ્લાવાળાને ધંધો કરવા માટે તે જગ્યાએ કોઇપણ જાતની સફાઇ કે ચોખ્ખાઇ હોતી નથી. આમ વહીવટી ચાર્જ લઇને લારી-ગલ્લાવાળા માટે દાઝ્યા પર ડામ આપવા જેવુ કહી શકાય.

રાત્રિ બજારમાં આવેલી દુકાનોના ભાડા માફ કરીને પાલિકા રાહત આપે તેવી પણ માગ કરી
રાત્રિ બજારમાં આવેલી દુકાનોના ભાડા માફ કરીને પાલિકા રાહત આપે તેવી પણ માગ કરી

લારી-ગલ્લાવાળાઓને જગ્યા ફાળવવામાં આવે તેવી માગ
વધુમાં જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટનો હુકમ હોવા છતાં અને સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ કરવાની સમય મર્યાદા 2015માં પૂર્ણ થઇ હોવા છતાં તેનો અમલ આજ દિવસ સુધી થયો નથી. શહેરના લારી-ગલ્લાવાળાનો સર્વે પણ થઇ ગયો છે. કમિટી પણ બની ગઇ છે, પરંતુ, હોકિંગ ઝોન આઈડેન્ટિફાઈ થયા નથી. જેથી આ વહીવટી ચાર્જ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે અને જ્યાં સુધી સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ ન થાય ત્યાં સુધી લારી ગલ્લાવાળા પાસેથી વહીવટી ચાર્જ નહીં લેવા તેમજ લારી-ગલ્લાવાળાઓને જગ્યા ફાળવવાની વ્યવસ્થા કરવામાં આવે.

50 હજાર લારી-ગલ્લાવાળાઓને જગ્યા આપીને રોજનું 30 રૂપિયા ભાડું લઇ શકાય
અત્રે ઉલ્લેખનિય છે કે, અંદાજ મુજબ 50 હજાર લારી-ગલ્લાવાળાઓને જગ્યા આપીને પ્રતિદિન રૂપિયા 30 પણ ભાડું લેવામાં આવે તો કોર્પોરેશનની વાર્ષિક 108 કરોડની થાય અને તેમને કાયમી જગ્યા મળે. આમ રોજગાર ઉભો થાય તેમજ જે કોર્પોરેશનના અધિકારીઓ અને પોલીસ વાળાઓ જે હપ્તા ઉઘરાવે છે, તેનામાંથી પણ છુટકારો મળે. તો કેમ કોર્પોરેશન આ પોલિસીનો અમલ કરતું નથી?

કોંગ્રેસ સામાન્ય સભામાં દરખાસ્ત પણ રજૂ કરશે
કોંગ્રેસ સામાન્ય સભામાં દરખાસ્ત પણ રજૂ કરશે

રાત્રિ બજારની દુકાનોના ભાડા માફ કરીને રાહત આપવાની માગ
વધુમાં જણાવ્યું હતું કે, વુડા સર્કલ પાસે રાત્રિબજારની દુકાનો કોરોનાના કારણે બંધ હાલતમાં છે અને તેઓ હાલમાં ધંધા રોજગાર વગરના થઇ ગયા છે અને માંડ માંડ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે, ત્યારે કોર્પોરેશન દ્વારા આવા કપરા સમયમાં તેઓને ભાડામાં રાહત આપવાને બદલે તેઓની પાસેથી દંડ સહિત ભાડુ વસુલ કરવાનું અને દુકાનો સીલ કરવામાં આવી રહી છે.

સામાન્ય સભામાં કોંગ્રેસ દરખાસ્ત રજૂ કરશે
ગુજરાત સરકાર દ્વારા હોટલ, રેસ્ટોરન્ટ, રિસોર્ટ અને વોટરપાર્ક વગેરેને વેરામાં રાહત આપીને સંવેદનશીલતા દાખવી છે, તો વડોદરા કોર્પોરેશને પણ લારી ગલ્લાવાળા તેમજ રાત્રિબજારની દુકાનોવાળા સાથે સંવેદનશીલતા દાખવવી જોઇએ. હાલમાં રાત્રિ બજારમાં ઘંઘો કરતા નાગરિકો ધંધો કે રોજગારી ન હોવાના કારણે હાલમાં આર્થિક ભીંસમાં સપડાયેલા છે તેવા સમયે તેઓની દુકાનોના ભાડામાં રાહત આપવામાં આવે અને દંડ વસુલવામાં ના આવે. આ અંગે સામાન્ય સભામાં કોંગ્રેસ દરખાસ્ત રજૂ કરશે.

અન્ય સમાચારો પણ છે...