ઠરાવ:પાલિકાની સભામાં લોકપ્રશ્નોને વાચા આપવા કોંગ્રેસનો નિર્ણય

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાની સભા પહેલાં કોંગ્રેસની સંકલનની બેઠક મળી

કોંગ્રેસ સંકલન સમિતિની બેઠકમાં સામાન્ય સભામાં લોકપ્રશ્નો વાચા આપવા નિર્ણય કરાયો હતો. અગોરાના મુદ્દે આંદોલન જારી રાખવાનો ઠરાવ કરાયો છે. સંકલન સમિતિની બેઠકમાં કોંગ્રેસ ગરીબોના આવાસ, સ્ટ્રીટ વેન્ડર પોલિસી, રોડ રસ્તાની હાલત, પ્રેશરથી પીવાનું શુદ્ધ પાણી મળે, સ્માર્ટ સિટી નામે ચાલતા ભ્રષ્ટાચાર ઉજાગર કરવા, પાર્કિંગના અભાવ, સરકારી સ્કૂલની કથળતી હાલત સહિતની સમસ્યા માટે સામાન્ય સભામાં જનહિત માટે લડત આપવાનો નિર્ણય કરાયો હતો. પાલિકાની સભાના એજન્ડા આવે એ પહેલાં કોંગ્રેસ કાર્યાલય ખાતે મળેલી સંકલન સમિતિની બેઠકમાં એજન્ડા પર ચર્ચા થઈ હતી.

ખાસ કરીને શહેરના હિતમાં અને પ્રજાના લાભના જે એજન્ડા હોય તો વિપક્ષ તરીકે મંજૂરી આપવી, પણ જ્યાં ભ્રષ્ટાચાર દેખાતો હોય અને પ્રજાનું હિત ન સચવાતું હોય તો ચૂંટાયેલા લડત આપવી. 18 નવેમ્બરે મળનાર પાલિકાની સભામાં અગોરા મોલના અધકચરા નિર્ણયનો વિરોધ કરવાનું નક્કી કરાયું છે.

બીજી તરફ વિશ્વામિત્રી બચાવો સમિતિના શૈલેષ અમીને જણાવ્યું કે, મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ લારી ગલ્લાનાં દબાણો એ ગુનો છે તેવું નિવેદન કર્યું છે તે દુ:ખદ છે. વિશ્વામિત્રીની જમીનમાં 80 હજાર ચો.ફૂટ જેટલું દબાણ અગોરા દ્વારા કરાયું છે ત્યાં લેન્ડ ગ્રેબિંગનો કેસ દાખલ કરવો જોઇએ. ત્યારે તેમના મત વિસ્તારની જમીન બાબતે કશું ન બોલીને મૂક અનુમતી આપી હોય તેવું લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...