તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રથમ ગ્રાસે મક્ષિકા:કોંગ્રેસે વોર્ડ 1માંથી જીતેલા અતુલ પટેલને કાપી પાસ કાર્યકર હરેશને ‘હાર્દિક’ આમંત્રણ આપતાં વિરોધ

વડોદરા3 મહિનો પહેલા
 • કૉપી લિંક
હાર્દિક પટેલ સાથે હરેશની ફાઇલ તસવીર. - Divya Bhaskar
હાર્દિક પટેલ સાથે હરેશની ફાઇલ તસવીર.
 • કોંગ્રેસના ઉમેદવારો નક્કી કરવા અમદાવાદ પ્રદેશ કાર્યાલયમાં ચાલી રહેલી બેઠક વચ્ચે શહેરમાં વિખવાદનો ઉકળતો ચરુ
 • મને ટિકિટ નથી આપવાની તો કારણ આપે,અતુલ પટેલ
 • ટિકિટ વહેંચણી પૂર્વે કાર્યકરોમાં કકળાટ

પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારો નક્કી કરવાની કવાયત વચ્ચે વોર્ડ.1 ના પૂર્વ કાઉન્સિલરની ટિકિટ કાપી પ્રદેશ કાર્યકારી પ્રમુખના અંગત કાર્યકરને સાચવી લેવાની પેરવી થઇ રહી હોવાની વાતે કાર્યકરોમાં વિરોધ ઊભો થયો છે. ગત ચૂંટણીમાં વોર્ડ 1 માં કોંગ્રેસની આખી પેનલ વિજેતા થઇ હતી. જે પૈકી અાગામી ચૂંટણીમાં વોર્ડ નંબર 1 ના કાઉન્સિલર અતુલ પટેલની ટિકિટ કાપીને છાણીના હરેશ પટેલને ટિકિટ આપવાનું નક્કી કરાયાની ચર્ચાના પગલે કોંગ્રેસના કાર્યકરોમાં આંતરિક વિખવાદ ઉભો થયો છે.

પૂર્વ કાઉન્સિલર અતુલ પટેલે જણાવ્યું હતું કે મારા બદલે પ્રદેશ કોગ્રેંસના પ્રમુખ હાર્દિક પટેલના અંગત ગણાતા હરેશ પટેલને ટિકિટ આપવાની વાત થઇ રહી છે. છ મહિનાથી તેઓ ટિકિટ મળશે તેવો દાવો કરે છે. મને ટિકિટ નથી આપવાની તો તેમણે કારણ આપવું જોઇએ.

જો કે મને વિશ્વાસ છે કે પક્ષ મારી ટિકિટ નહીં કાપે. કોંગ્રેસમાં 2 હજાર સભ્યો બનાવનાર કાર્યકતાઓને ટિકિટ આપવાની જાહેરાત કરાઇ હતી. વોર્ડ નંબર 14 ના કાર્યકર સની ચોહાણ તથા વોર્ડ નંબર 2 ના નિકુલ પટેલે પણ 2 હજાર જેટલા સભ્યો કોંગ્રેસ માટે બનાવ્યા છે. જોકે આ બંનેની ટીકીટ કપાઇ તેવી ચર્ચા કાર્યકરોમાં જ ચાલી રહી છે.

પ્રદેશની બેઠકમાં ચિરાગ ઝવેરીનો મુદ્દો પણ ચર્ચાયો
કોંગ્રેસના કાઉન્સિલર ચિરાગ ઝવેરી ભાજપમાં જોડાવાનો તખ્તો ઘડાઇ ગયો છે. જેનો ઘટસ્ફોટ ભાજપના કાઉન્સિલરો દ્વારા કરવામાં આવ્યા પછી ભાજપ-કોગ્રેંસમાં ભૂંકપ સર્જાયો હતો. ગરૂવારે અમદાવાદ ખાતે પ્રદેશ મોવડી મંડળની બેઠકમાં વડોદરાના ઉમેદવારોના નામો નક્કી કરવા ગયેલા કોંગ્રેસના શહેર પ્રમુખ, વિરોધ પક્ષના નેતા, નિરીક્ષકોની હાજરીમાં ચિરાગ ઝવેરીના ભાજપ પ્રવેશના મુદ્દે શું પગલા લેવા તે અંગે ચર્ચા કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો