તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આ પણ ગુનો બને છે:સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવવામાં કોંગ્રેસની ભાજપ સાથે સ્પર્ધા!

વડોદરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
શુક્રવારે કોંગ્રેસ દ્વારા યોજાયેલાં બે વિરોધ પ્રદર્શનમાં સોશિયલ ડિસ્ટન્સ ન રાખી જાણે ભાજપ સાથે કોરોના ગાઇડ લાઇનના ભંગ મામલે હરીફાઇ કરી હોય તેવું ચિત્ર ઉપસ્યું હતું. - Divya Bhaskar
શુક્રવારે કોંગ્રેસ દ્વારા યોજાયેલાં બે વિરોધ પ્રદર્શનમાં સોશિયલ ડિસ્ટન્સ ન રાખી જાણે ભાજપ સાથે કોરોના ગાઇડ લાઇનના ભંગ મામલે હરીફાઇ કરી હોય તેવું ચિત્ર ઉપસ્યું હતું.
 • પાલિકાના ભ્રષ્ટાચાર અને કૃષિ બિલના વિરોધમાં શહેર કોંગ્રેસના દેખાવો

શુક્રવારે પાલિકાની સભા પૂર્વે ગાંધી નગરગૃહના પ્રાંગણમાં શહેર કોંગ્રેસ દ્વારા વડોદરામાં 5 વર્ષના ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાના આક્ષેપ સાથે દેખાવ કરાયા હતા. જ્યારે સવારે કૃષિબિલના વિરોધમાં આ જ સ્થળે ધરણાં કર્યા બાદ કલેક્ટર કચેરી પહોંચી કાયદો રદ કરવાની માગ સાથે આવેદન આપ્યું હતું. જેમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. કોરોનાની મહામારી વચ્ચે માસ્ક પહેરવાની અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની ગાઇડ લાઇન હોવા છતાં રાજકીય પક્ષો દ્વારા તેનો ધરાર ભંગ કરાઇ રહ્યો છે.

સળંગ ત્રણ દિવસ ભાજપના હોદ્દેદારો દ્વારા ગાઇડ લાઇનનો ભંગ કરાયો હોવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા હતા. જેમાં શહેર ભાજપના મહામંત્રી સુનીલ સોલંકીએ કાર્યકરોની ભીડ ભેગી કરી બર્થ ડે ઊજવ્યો હોવાનો વીડિયો વાઇરલ થતાં પોલીસે 10 જણા સામે ગુનો દાખલ કર્યો હતો. જ્યારે શુક્રવારે કોંગ્રેસ દ્વારા યોજાયેલાં બે વિરોધ પ્રદર્શનમાં સોશિયલ ડિસ્ટન્સ ન રાખી જાણે ભાજપ સાથે કોરોના ગાઇડ લાઇનના ભંગ મામલે હરીફાઇ કરી હોય તેવું ચિત્ર ઉપસ્યું હતું.

પોલીસની સલાહ કોંગ્રેસે પણ ન માની
ભાજપના હોેદ્દેદારોએ કોરોના ગાઇડ લાઇનનો ભંગ કર્યાના ઉપરા ઉપરી કિસ્સા બનતાં પોલીસે નેતાઅોને અનુકરણીય બનવાની સલાહ આપી હતી. જોકે ભાજપ તો ઠીક કોંગ્રેસે પણ આ સલાહ અને હાલની સ્થિતિને અવગણી વિરોધ પ્રદર્શનમાં ભીડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો