ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત અપક્ષોએ પણ ઝંપલાવ્યું છે. જેમાં વડોદરા શહેર જિલ્લાની વિવિધ બેઠકો પર આજે ઉમેદવારોએ ફોર્મ ભર્યા. જેમાં વડોદરાની રાવપુરા બેઠકના કોંગ્રેસના ઉમેદવારે 12 કરોડ ઉપરાંતની સંપત્તિ જાહેર કરી છે. તો ડભોઇ બેઠક પર ભાજપના ઉમેદવાર શૈલેષ મહેતાએ 32 કરોડની સંપત્તિ જાહેર કરી છે.
રાવપુરામાં ભાજપ કરતા કોંગ્રેસના ઉમેદવાર ધનવાન
વડોદરાની રાવપુરા બેઠક પરથી ભાજપના ઉમેદવાર બાળુ શુક્લએ 3 કરોડ 89 લાખ 18 હજાર 575 રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. ઉલ્લેખનીય છે કે બાળુ શુક્લ વડોદરાના સાંસદ પણ રહી ચુક્યા છે. જ્યારે રાવપુરા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સંજય પટેલે 12 કરોડ 47 લાખ 83 હજાર 520 રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે.
ડભોઇમાં ભાજપના સોટ્ટાની સંપત્તિ વધી
ડભોઇ બેઠક પર ભાજપના રિપિટ ઉમેદવાર શેલૈષ મહેતા (સોટ્ટા)એ આ વખતે 32 કરોડ 7 લાખ 14 હજાર 941 રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. ઉલ્લેખની છે કે વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં સોટ્ટાએ 18 કરોડ 27 લાખની સંપત્તિ જાહેર કરી હતી.
સયાજીંગજમાં અમી રાવત કરોડપતિ, આપના સ્વેજલ વ્યાસ લાખોપતિ
સયાજીગંજ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અમી રાવતે 6 કરોડ 23 લાખ 10 હજારની સંપત્તિ જાહેર કરી છે. અમી રાવત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા પણ છે. જ્યારે આમ આદમી પાર્ટીના સયાજીગંજ બેઠકના ઉમેદવાર સ્વેજલ વ્યાસે 60 લાખ 35 હજાર 753ની સંપત્તિ જાહેર કરી છે.
વાઘોડિયામાં ભાજપના અશ્વિન પટેલની 18 કરોડ ઉપરાંતની સંપત્તિ
સાવલીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિજય ચાવડાએ 51 લાખ 33 હજાર 955 રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. વાઘોડિયામાં ભાજપના ઉમેદવાર અશ્વિન પટેલે 18 કરોડ 51 લાખ 16 હજારની સંપત્તિ જાહેર કરી છે. જ્યારે વાઘોડિયા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગૌતમ સોલંકીએ 3 લાખ 4 હજાર 809 રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે.
શહેર કોંગ્રેસ પ્રમુખની સંપત્તિ 1 કરોડ
વડોદરાની અકોટા વિધાનસભા બેઠક પરથી ઋત્વિક જોશીએ 1 કરોડ 61 હજાર 639 રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. ઉલ્લેખનીય છે કે ઋત્વિક જોશી વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પણ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.