• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Congress Candidate Ami Rawat Of Vadodara Has The Highest Gold Of 140 Tolas Among Women Candidates In The State, Minister Manishaben Has 15 Tolas.

ભાસ્કર વિશેષ:રાજ્યનાં મહિલા ઉમેદવારોમાં સૌથી વધુ 140 તોલા સોનું વડોદરાનાં કોંગ્રેસનાં ઉમેદવાર અમી રાવત પાસે,મંત્રી મનીષાબેન પાસે 15 તોલા

વડોદરા3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જામનગરમાં ભાજપનાં ઉમેદવાર અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબા જાડેજા પાસે 120 તોલા સોનું છે
  • રાજ્યની 182 વિધાનસભા બેઠકો પર મુખ્ય ત્રણ પક્ષોનાં 37 મહિલા ઉમેદવારો વચ્ચે જંગ જામશે

ગુજરાત વિધાનસભાની 182 બેઠક પર મુખ્ય 3 પાર્ટી ભાજપ, કોંગ્રેસ તથા આપ પાર્ટીએ 37 મહિલા ઉમેદવારને ટીકીટ આપી છે. જેમાં ભાજપનાં 17, કોંગ્રેસનાં 14 તથા આપનાં 6 મહિલા ઉમેદવારનો સમાવેશ થાય છે. આ મહિલા ઉમેદવારો પાસે કેટલું સોનું છે, તે અંગેની માહિતી દિવ્ય ભાસ્કરે એકત્ર કરી હતી. જેમાં 37 મહિલા ઉમેદવારોમાંથી સૌથી વધુ સોનું સયાજીગંજ બેઠકનાં કોંગ્રેસનાં ઉમેદવાર અમી રાવત પાસે 140 તોલા સોનું છે. જ્યારે મંત્રી મનીષાબેન વકીલ પાસે 15 તોલા સોનું છે. 37 મહિલાઓમાં એક માત્ર રિવાબા જાડેજા પાસે 14.80 લાખની ડાયમંડની જ્વેલરી છે.

બીજી તરફ આમ આદમી પાર્ટીનાં પાવી જેતપુરનાં મહિલા ઉમેદવાર પાસે 0.5 ગ્રામ સોનું જ છે. જ્યારે સોનાની બાબતમાં બીજા નંબર પર આવે છે જામનગર ઉત્તરનાં ભાજપનાં મહિલા ઉમેદવાર રિવાબા જાડેજા, જેમની પાસે 120 તોલા સોનું છે. તે પછી પાટણ બેઠકનાં ઉમેદવાર ડો.રાજુલ દેસાઈ પાસે 70 તોલા સોનું છે. ગાંધીનગર ઉત્તરનાં ભાજપનાં ઉમેદવાર રીટાબેન પટેલ પાસે 58.13 તોલા સોનું છે. પાંચમા નંબર પર કુતીયાણાનાં ઉમેદવાર ઢેલી ઓડેદરા પાસે 50 તોલા સોનું છે. ઢેલી ઓડેદરા 28 વર્ષ સુધી કુતીયાણા નગર પાલિકાનાં પ્રમુખ પણ રહી ચૂક્યાં છે.

ભાજપના ઉમેદવારો પાસે 800 તોલા સોનુ
ભાજપની તમામ મહિલા ઉમેદવાર પાસે રહેલા સોનાનો સરવાળો કરાય તો 810.34 તોલા થાય છે. સૌથી વધારે સોનું ભાજપના ઉમેદવારો પાસે છે. તો બીજી તરફ કોંગ્રેસનાં મહિલા ઉમેદવારો પાસે 601 તોલા સોનું અને આમ આદમી પાર્ટી પાસે 94.5 તોલા સોનું છે. ઉલ્લેખનિય છે કે, આમ આદમી પાર્ટીના ઉમેદવારો પાસે સૌથી ઓછું સોનું છે.

સૌથી વધુ સોનું ધરાવતાં 5 ઉમેદવારો
ઉમેદવારસોનુંબેઠકપક્ષ
અમી રાવત140સયાજીગંજકોંગ્રેસ
રીવાબા120જામનગરભાજપ
ડો.રાજુલ દેસાઈ70પાટણભાજપ
રીટા પટેલ58ગાંધીનગરભાજપ
ઢેલી ઓડેદરા50કુતિયાણાભાજપ
અન્ય સમાચારો પણ છે...