તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Vadodara
 • Congress Called 7 Candidates At 2 Pm And Mandated Them To Fill Up Nomination Papers. Two Candidates Were Given Tickets By Changing Wards In Vadodara

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મધ રાત્રે મેન્ડેટ:વડોદરામાં કોંગ્રેસ 7 ઉમેદવારોને રાત્રે 2 વાગ્યે ફોન કરીને ઉમેદવારી પત્ર ભરવા માટે મેન્ડેટ આપ્યું, બે ઉમેદવારોને વોર્ડ બદલીને ટિકિટ આપી

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • કોંગ્રેસે બળવાના એંધાણને લઇને ઉમેદવારોને મોડી રાત્રે ફોન પર મેન્ડેટ આપ્યા હતા

વડોદરા શહેર કોંગ્રેસમાં ડખા યથાવત રહેતા બળવાખોરીના ડરથી દિવસે યાદી જાહેર કરી નહોતુ અને કોંગ્રેસ દ્વારા મધ રાત્રે 2 વાગ્યે 7 ઉમેદવારને ટેલિફોનિક જાણ કરીને ઉમેદવારી પત્ર ભરવાનું મેન્ડેટ આપ્યું હતું. આ અગાઉ કોંગ્રેસના બે વર્તમાન કોર્પોરેટરની ટિકિટ કપાઈ ગઈ હતી, જોકે, તેઓને વોર્ડ બદલનીને ટિકિટ આપવામાં આવી છે.

બળવાના એંધાણને લઇને ઉમેદવારોને મોડી રાત્રે ફોન પર મેન્ડેટ આપ્યા
21 ફેબ્રુઆરીએ વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે. જેમાં કોંગ્રેસના ઉમેદવારોની બે યાદી જાહેર થયા બાદ 7 ઉમેદવારો અંગે ગડમથલ ચાલી રહી હતી. જેમાં હાલના બે કોર્પોરેટરની ટિકિટ કપાઈ જશે, તેવી વાતો નિશ્ચિત બની હતી. કોંગ્રેસે અગાઉ 20 ઉમેદવારો જાહેર કર્યા બાદ શુક્રવારે વધુ 49 ઉમેદવારોની જાહેરાત કરાઇ હતી. જેમાં સૌથી વિવાદાસ્પદ વોર્ડ-1માં રનિંગ કાઉન્સિલર અતુલ પટેલની ટિકિટ કાપીને હાર્દિક પટેલના ખાસ અને પાસના કાર્યકર હરીશ પટેલને ટિકિટ અપાઇ હતી. વોર્ડ 14 માંથી રનિંગ કાઉન્સિલર હેમાંગીની કોલેકરની ટિકિટ જાહેર કરાઇ નહોતી, પરંતુ, મોડી રાત્રે બે વાગે 7 ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરી ઉમેદવારી પત્ર ભરવાનો કહેવામાં આવ્યું હતું અને બે કોર્પોરેટરને વોર્ડ બદલીને ટિકિટ આપવામાં આવી છે.

બે ઉમેદવારોને વોર્ડ બદલીને ટિકિટ આપી
કોંગ્રેસ પાર્ટી તરફથી અગાઉ ઉમેદવારોની બે યાદી જાહેર કરી હતી, જેમાં મહિલા કોંગ્રેસના પ્રમુખ અને વોર્ડ નં-1 ના કોર્પોરેટરની ટિકિટ કપાઈ ગઈ હતી પરંતુ રાત્રે સાત નામની યાદી જાહેર કરી હતી, તેમાં મહિલા કોંગ્રેસ પ્રમુખ હેમાંગિની કોલેકર જે અગાઉ વોર્ડ નંબર 16માંથી ચૂંટણી જીત્યા હતા, તેઓને આ વખતે વોર્ડ નં-14માંથી ઉમેદવારી પત્ર ભરવા જણાવ્યું હતું, જ્યારે અતુલ પટેલ જેઓ વોર્ડ નંબર-1માંથી જીત્યા હતા, તેઓને વોર્ડ બદલીને વોર્ડ નં-2માંથી ઉમેદવારી કરવા કોંગ્રેસે મોડી રાત્રે ટેલિફોનિક વાતચીતથી જાણ કરી હતી. રાત્રે બે વાગે વડોદરા શહેર પ્રમુખ પ્રશાંત પટેલે બાકી રહેલા 7 ઉમેદવારોને ફોન કરીને ઉમેદવારી પત્ર ભરવા જણાવ્યું હતું

આ ઉમેદવારોને ફોન પણ મેન્ડટ આપ્યા
-વોર્ડ નં-2 અતુલ પટેલ
-વોર્ડ નં-3 રોનક પરીખ
-વોર્ડ નં-10 અશફાક મલેક અને રંજનબેન બ્રહ્મભટ્ટ
-વોર્ડ નં-12 ચિરાગ શાહ
-વોર્ડ નં-14 હેમાંગિની કોલેકર
-વોર્ડ નં-15 નિલેશ ખત્રી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો