તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Congress Alleges That Education Committee In Vadodara Obtained Fire NOCs In All 119 Schools, Spent Rs 1.90 Crore And Committed Corruption.

સરકારી સ્કૂલોમાં ફાયર સેફ્ટી:વડોદરામાં શિક્ષણ સમિતિએ તમામ 119 સ્કૂલોમાં ફાયર NOC મેળવી, 1.90 કરોડનો ખર્ચ કરીને ભ્રષ્ટાચાર કર્યો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
વડોદરા કોર્પોરેશન સંચાલિત શિક્ષણ સમિતિની તમામ સ્કૂલોમાં ફાયર સેફ્ટીની તમામ સુવિધાઓ ઉભી કરી દેવામાં આવી છે - Divya Bhaskar
વડોદરા કોર્પોરેશન સંચાલિત શિક્ષણ સમિતિની તમામ સ્કૂલોમાં ફાયર સેફ્ટીની તમામ સુવિધાઓ ઉભી કરી દેવામાં આવી છે
  • શિક્ષણ સમિતિએ સ્કૂલ મેનેજમેન્ટ કમિટી બનાવી સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે ફાયર સેફ્ટીના સાધનો લગાવ્યા

ફાયર સેફ્ટીને લઇને રાજ્ય સરકાર કડક હાથે કામગીરી કરી રહી છે, ત્યારે વડોદરા કોર્પોરેશન સંચાલિત શિક્ષણ સમિતિની તમામ સ્કૂલોમાં ફાયર સેફ્ટીની તમામ સુવિધાઓ ઉભી કરી દેવામાં આવી છે. સાથે જ ફાયર વિભાગ પાસેથી NOC પણ મેળવી લેવામાં આવી છે.

સરકારી સ્કૂલોમાં ફાયર સેફ્ટીના સાધનો લાગી ગયા
વડોદરા કોર્પોરેશન સંચાલિત શિક્ષણ સમિતિની તમામ 119 સ્કૂલોમાં શિક્ષણ સમિતિના હોદ્દેદાર અને અધિકારીઓએ મળી માત્ર 4 માસમાં જ ફાયર સેફ્ટીના સાધનો લગાવી દીધા છે. સરકારની સૂચના બાદ શિક્ષણ સમિતિએ સ્કૂલ મેનેજમેન્ટ કમિટી બનાવીને સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે ફાયર સેફ્ટીના સાધનો લગાવ્યા છે. ઘણી ખાનગી સ્કૂલો ફાયર સેફ્ટીની સુવિધા ઊભી નથી કરી રહી, ત્યારે સરકારી સ્કૂલોમાં ફાયર સેફ્ટીના સાધનો લાગી ગયા છે. સાથે જ ફાયર વિભાગ પાસેથી ફાયર NOC પણ મેળવી લેવામાં આવી છે. સ્કૂલોમાં સ્મોક ડિરેક્ટર મશીન, ફાયર બોલ, ફાયર એક્સ્ટિંગ્યુસર બોટલ સહિતના સાધનો લગાવવામાં આવ્યા છે.

ફાયર વિભાગ પાસેથી NOC પણ મેળવી લેવામાં આવી છે
ફાયર વિભાગ પાસેથી NOC પણ મેળવી લેવામાં આવી છે

વડોદરા મનપાએ 100 ટકા સ્કૂલોમાં ફાયર સેફ્ટીની સુવિધા ઊભી કરી
શિક્ષણ સમિતિના શાસનાધિકારી ધર્મેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં એકમાત્ર વડોદરા મહાનગરપાલિકાએ 100 ટકા સરકારી શાળામાં ફાયર સેફ્ટીની સુવિધા ઊભી કરી છે. જ્યારે શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય અને કોંગ્રેસ નેતા નરેન્દ્ર જયસ્વાલ સમગ્ર કામગીરીમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવી રહ્યા છે. નરેન્દ્ર જયસ્વાલનો આરોપ છે કે, જે કામ 1.50 કરોડની અંદર પૂરું થઈ જાય તેવું છે, જેના માટે સમિતિએ 1.90 કરોડનો ખર્ચ કર્યો છે.

શિક્ષણ સમિતિએ સ્કૂલ મેનેજમેન્ટ કમિટી બનાવી સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે ફાયર સેફ્ટીના સાધનો લગાવ્યા
શિક્ષણ સમિતિએ સ્કૂલ મેનેજમેન્ટ કમિટી બનાવી સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે ફાયર સેફ્ટીના સાધનો લગાવ્યા
માત્ર 4 માસમાં જ ફાયર સેફ્ટીના સાધનો લગાવી દીધા છે
માત્ર 4 માસમાં જ ફાયર સેફ્ટીના સાધનો લગાવી દીધા છે
1.90 કરોડનો ખર્ચ કરીને ભ્રષ્ટાચાર કર્યો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
1.90 કરોડનો ખર્ચ કરીને ભ્રષ્ટાચાર કર્યો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
અન્ય સમાચારો પણ છે...