• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Congress Alleges Irregular Construction On Residential Land By Vadodara Municipal Corporation, Submitted To Mayor And Municipal Commissioner

ભ્રષ્ટાચારના આક્ષેપ:વડોદરા મનપાએ આવાસની જમીનમાં ગેરરીતિ આચરી બાંધકામ કર્યું હોવાનો કોંગ્રેસનો આક્ષેપ, મેયર અને મ્યુનિ.કમિશનરને રજૂઆત કરી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા મેયર તથા મ્યુનિસિપલ કમિશનરને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી - Divya Bhaskar
વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા મેયર તથા મ્યુનિસિપલ કમિશનરને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી
  • પ્રધાનમંત્રી આવાસના નામે કરોડોનો ભ્રષ્ટાચાર કરી લાભાર્થીઓ સાથે છેતરપિંડીના કોંગ્રેસે આક્ષેપ કર્યાં

વડોદરા મહાનગરપાલિકાએ આવાસની જમીનમાં ગેરરીતિ આચરી બાંધકામ કરી ભ્રષ્ટાચારના આચર્યાના આક્ષેપ સાથે લાભાર્થીઓને આવાસો અને ભાડા આપવામાં વિલંબ સહિતના મુદ્દે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા મેયર તથા મ્યુનિસિપલ કમિશનરને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. કોંગ્રેસ અગ્રણીઓએ જણાવ્યું હતું કે, શાસકો ચૂપકીદી સાધી ભ્રષ્ટાચારને છાવરી રહ્યા છે. ભાજપના શાસનમાં પ્રધાનમંત્રી આવાસના નામે કરોડોનો ભ્રષ્ટાચાર કરી લાભાર્થીઓ સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે.

પ્રોજેક્ટની સમય મર્યાદા થઇ હોવા છતાં પ્રોજેક્ટ શરૂ કર્યો નથી
વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા જણાવાયું હતું કે, પીપીપીના ધોરણે આવાસની પ્રક્રિયાનો પ્રારંભ થયો ત્યારથી તેમાં ગેરરીતિ, ખોટું બાંધકામ ભ્રષ્ટાચાર તેમજ મકાન બાંધવામાં વિલંબ અને લાભાર્થીઓને ભાડું ન ચૂકવા જેવી બાબતોની કોંગ્રેસ પક્ષે વારંવાર રજૂઆત કરી છે. વારસીયા સંજયનગર પ્રધાનમંત્રી આવાસ યોજનામાં છેલ્લા 4 વર્ષથી પ્રોજેક્ટ ખોરંભે પડ્યો છે. પાલિકાએ પીએમો ઓફિસને પણ ગેરમાર્ગે દોરી છે. 3 વર્ષની ઉપર પ્રોજેક્ટની સમય મર્યાદા થઇ હોવા છતાં પ્રોજેક્ટ શરૂ કર્યો નથી.

2000 કરોડના કૌભાંડને સહકારનો આક્ષેપ
વધુમાં જણાવ્યું હતું કે, વડોદરા મનપા દ્વારા 2000 કરોડના કૌભાંડને સહકાર આપવામાં આવી રહ્યો હોય તેવું લાગે છે. જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના ઓડનગરમાં શાસક પક્ષ દ્વારા અગોરા બિલ્ડરને લાભ કરવા ટ્રાન્સફ્રેબલ એફએસઆઇ અને પ્રિમિયમમાં રાહત સાથે અવેજીમાં બીજી જમીન પણ આપવાની ભ્રષ્ટ દરખાસ્ત લાવ્યા છે અને વરસાદી કાંસ ઉપર બાંધકામ કરી એરપોર્ટ ઓથોરિટીની પરવાનગી વગર વધુ ઊંચાઇએ બાંધકામ કર્યું છે.

પ્રધાનમંત્રી આવાસના નામે કરોડોનો ભ્રષ્ટાચાર કરી લાભાર્થીઓ સાથે છેતરપિંડીના કોંગ્રેસે આક્ષેપ કર્યાં
પ્રધાનમંત્રી આવાસના નામે કરોડોનો ભ્રષ્ટાચાર કરી લાભાર્થીઓ સાથે છેતરપિંડીના કોંગ્રેસે આક્ષેપ કર્યાં

બિલ્ડર સામે ફોજદારી કાર્યવાહીની માગણી
બીજી બાજુ સમા-સંજયનગર મુખ્યમંત્રી આવાસ યોજનામાં ટેન્ડર કરતાં 50000 ચોરસ ફૂટ વધારેની જમીનનો દ્સ્તાવેજ કરી ગેરકાયદેસર ભ્રષ્ટ કામ કર્યું છે. તદુપરાંત સંજયનગર, વારસિયા અને સહકારનગર તાંદલજાની સ્કીમોનું તાત્કાલિક બાંધકામ શરૂ કરીને લાભાર્થીઓને સમયસર ભાડાની ચુકવણી કરવાની માગણી કરી છે. ખાસ કરીને સમા-સંજયનગર મુખ્યમંત્રી આવાસ યોજનામાં સરકારી જગ્યામાં ડેવલપર દ્વારા યોજનામાં ગેરકાયદેસર વધારાનું બાંધકામ તથા નદીના કોતરની સરકારી જમીનમાં ગેરકાયદેસર બાંધકામ અંગેની પરવાનગી કોન્ટ્રાક્ટરે મેળવી નથી. જેથી વધારાનું બાંધકામ તાત્કાલિક તોડી પાડી, બિલ્ડર સામે ફોજદારી કાર્યવાહીની માગણી છે.

આવાસ ડ્રોમાં લાભાર્થીઓના નામો બદલી માનીતાઓના નામો દાખલ કર્યાં હતા
અગાઉ પાલિકાના કર્મચારી દ્વારા આવાસ ડ્રોમાં લાભાર્થીઓના નામો બદલી માનીતાઓના નામો દાખલ કરી તેમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો. આજે પણ આવાસના મકાનના ફોર્મ વિતરણમાં ગેરરીતી અને લાગવગશાહીની વિગતો સપાટી પર આવી છે. અટલાદરા સ્થિત આવાસોમાં માત્ર ચાર વર્ષમાં છતમાંથી પાણીની ટપક પદ્ધતિ શરૂ થઈ ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...