તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સક્સેસ ફંડા:આત્મવિશ્વાસ, વિનમ્રતા અને ટાઇમિંગ પણ સ્ટેજ પરફોર્મન્સને શ્રેષ્ઠ બનાવે છે

વડોદરા24 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રક્ટિસ એન્ડ પ્લેઇંગ ફોર સ્ટેજ પર્ફોર્મન્સ ઇન ઇન્સટ્રુમેન્ટ મ્યુઝિક વેબિનારમાં પ્રો. પ્રતીક ચૌધરીએ વિદ્યાર્થીઓને ઓનલાઇન ગાઇડ કર્યા. - Divya Bhaskar
પ્રક્ટિસ એન્ડ પ્લેઇંગ ફોર સ્ટેજ પર્ફોર્મન્સ ઇન ઇન્સટ્રુમેન્ટ મ્યુઝિક વેબિનારમાં પ્રો. પ્રતીક ચૌધરીએ વિદ્યાર્થીઓને ઓનલાઇન ગાઇડ કર્યા.
 • ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિકના પર્ફોર્મન્સ વિશે MSU પર્ફોર્મિંગ આર્ટ્સનો નેશનલ વેબિનાર

કલાકારે વિનમ્રતા, સમય મર્યાદા અને આત્મવિશ્વાસ સાથે સ્ટેજ પર પર્ફોર્મન્સ આપવું જોઇએ. આ બાબતો પણ એક શ્રેષ્ઠ સ્ટેજ પર્ફોર્મન્સ માટે ખુબજ મહત્વની છે. તેમ MSU પર્ફોર્મિંગ આર્ટસ ફેકલ્ટી દ્વારા આયોજીત ‘પ્રેક્ટિસ એન્ડ પ્લેઇંગ ફોર સ્ટેજ પર્ફોર્મન્સ ઇન ઇન્સ્ટુમેન્ટ મ્યુઝિક’ વેબિનારમાં દિલ્હી યુનિવર્સિટીના સિતારના પ્રો. પ્રતિક ચૌધરીએ જણાવ્યું હતું. મંગળવારે સવારે 10.30 વાગ્યે વારાણસીની બનારસ હિન્દુ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર (વાયોલિન)ના ડો. સુવર્ણા ખુંતિયા વ્યાખ્યાન આપશે.

સક્સેફુલ સ્ટેજ પર્ફોર્મન્સની 4 ટિપ્સ
વેષભૂષા - કલાકારે સંગીત પ્રમાણે કપડાની પસંદગી કરવી. શાષ્ત્રીય સંગીત પર્ફોર્મન્સમાં કલાકારે ટ્રેડિશનલ કપડા પહેરવા.
બોડી લેન્ગવેજ - લાઇવ પરફોર્મન્સ દરમિયાન શ્રોતાઓની કલાકાર પર નજર હોય છે. તેથી વિનમ્રતાથી લાઇવ પર્ફોર્મન્સ આપવું.
સમય મર્યાદા - કાર્યક્રમમાં પર્ફોર્મન્સ આપતા કલાકારે આપેલી સમય મર્યાદામાં તેમનુ પર્ફોર્મન્સ પૂરું કરવું.
ક્રિયેટિવિટી - કલાકારે પરંપરા જાળવી કલા પ્રસ્તુતિ સાથે શ્રોતાઓને કલામાં ક્રિયેટિવ લાવીને કઇંક નવુ પણ પિરસવુ જોઇએ.
આત્મવિશ્વાસ - કલાકારે આત્મવિશ્વાસ સાથે શ્રોતાઓમાં બેસેલા સિનિયર કલાકારથી ગભરાયા વગર કલાની પ્રસ્તુતી કરવી જોઇએ.

ગુરુએ શિષ્યને આપેલી તાલીમ વડે તેના ઘરાનાની ગુણવત્તા સિદ્ધ કરવી જોઇએ
યુનિવર્સિટી ઓફ દિલ્હીના મ્યુઝિક ડીપાર્ટમેન્ટના સિતારના પ્રો. પ્રતીક ચૌધરીએ જણાવ્યું હતું કે, શિષ્યને ઘણા વર્ષોની તાલીમ અને રીયાઝ બાદ સ્ટેજ પર લાઇવ પરફોર્મન્સ આપવાની તક મળે છે. જેમા શિષ્યએ તેના ગુરુ દ્વારા મેળવેલી તાલીમ વડે ઘરાનાની ગુણવત્તા સિદ્ધ કરવાની હોય છે. મંચ પ્રદર્શન માટે કલાકારે પૂર્વ અભ્યાસ અને આયોજન સાથે ઘણી બાબતો ધ્યાનમાં રાખવી મહત્વની છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો