તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Vadodara
 • Condition Of 35,000 Rickshaw Pullers In The Lockdown Became Pitiable, The Rickshaw Puller Said: 'If The Government Does Not Help Financially, The Time Will Come To Commit Suicide'

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા:લોકડાઉનમાં 35 હજાર રીક્ષાચલકોની હાલત દયનીય બની, રીક્ષાચાલકે કહ્યું: ‘સરકાર આર્થિક મદદ નહીં કરે તો આપઘાત કરવાનો વખત આવશે’

વડોદરા10 મહિનો પહેલાલેખક: જીતુ પંડ્યા
રીક્ષાચાલક નટુભાઇ
 • રીક્ષાચાલકની વ્યથા, લોકડાઉનમાં બચત પુરી થઇ જતા હવે ઘરનું ગુજરાન ચલાવવુ મુશ્કેલ બની ગયુ છે
 • મુશ્કેલીના સમયમાં રાજ્ય સરકાર આર્થિક મદદની જાહેરાત કરે તેવી રીક્ષાચાલકોની માંગણી

કોરોના વાઈરસના કારણે કરવામાં આવેલા લોકડાઉનના પગલે વડોદરામાં માત્ર ઓટો રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા 35 હજાર જેટલા રીક્ષાચાલકોની હાલત દયનીય બની ગઇ છે. 28 વર્ષથી રીક્ષા ચલાવતા નટુભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે, હવે મારે મારા પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ થઇ ગયું છે. સરકાર અમને આર્થિક મદદ કરે. સરકાર આર્થિક મદદ નહીં કરે અને રીક્ષા ચલાવવાની છૂટ પણ આપવામાં નહીં આવે તો રીક્ષાચાલકોને આપઘાત કરવાનો વખત આવશે.
રીક્ષાચાલક કહે છે કે, માસિક 15 હજાર કમાતો હતો, તેમાંથી પરિવારનું ગુજરાન ચાલતુ હતું
વડોદરાના માંજલપુર વિસ્તારમાં રણછોડજીની પોળમાં રહેતા નટુભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે, છેલ્લા 28 વર્ષથી ઓટો રીક્ષા ચલાવું છું. ઓટો રીક્ષા ચલાવીને માસિક રૂપિયા 15 હજાર કમાતો હતો. અને માસિક રૂપિયા 15 હજારમાં પત્ની ઉર્મિલાબહેન અને પુત્ર આદિત્ય અને દીકરી જાનવીનું ગુજરાન ચલાવું છું. એતો ઠીક રીક્ષાની આવકમાં ધોરણ-10માં અભ્યાસ કરતા પુત્ર અને ધોરણ-12 સાયન્સમાં અભ્યાસ કરતી દીકરીના અભ્યાસનો પણ ખર્ચ કરતો હતો. પરંતુ, જ્યારથી લોકડાઉન થયું છે. ત્યારથી ગુજરાન ચલાવવું મુશ્કેલ છે.
રીક્ષાચાલક કહે છે કે, બચતના રૂપિયા પુરા થઇ જતા હવે દૂધ લાવવા માટે પણ ઘરમાં રૂપિયા રહ્યા નથી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લોકડાઉનના શરૂઆતના દિવસોમાં થોડી ઘણી બચત હતી. તેમાં દિવસો પસાર કર્યાં હતા. પરંતુ, બચત ખતમ થઇ જતાં દિવસો પસાર કરવા મુશ્કેલ થઇ ગયા હતા. હવે તો દૂધ લાવવાના પણ ઘરમાં પૈસા રહ્યા નથી. હાલ મારી ઉંમર 48 વર્ષની છે. ઓટો રીક્ષા સિવાય બીજી મારી કોઇ આવક નથી. અને આ ઉંમરે કોઇ નોકરી પણ ન આપે. આથી ઓટો રીક્ષા જ મારી આજીવીકાનું એક માત્ર સાધન છે. મારા જેવા માંજલપુરમાં જ 25 જેટલા લોકો એવા છે., જેઓ રીક્ષા જ એક માત્ર આજીવીકાનું સાધન છે. જો રીક્ષા ચલાવવાની છૂટ આપવામાં નહીં આવે તો રીક્ષાચાલકોને આપઘાત કરવાનો વખત આવશે.
બીજા રાજ્યોની જેમ વડોદરાના ઓટો રીક્ષા ચાલકોને પણ સરકાર દ્વારા આર્થિક સહાય કરે તેવી માંગ
નટુભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે, રીક્ષા ચલાવવા માટેની મંજૂરી આપવા ભાજપાના સ્થાનિક કાઉન્સિલર કલ્પેશ પટેલ દ્વારા ધારાસભ્ય યોગેશ પટેલને પણ રજૂઆત કરી હતી. પરંતુ અમને સકારાત્મક જવાબ મળ્યો નથી. અમારી સરકાર સમક્ષ એક જ માંગ છે કે, ઓટો રિક્ષાચાલકોની હાલત ખરાબ થઇ ગઇ છે. આથી અન્ય રાજ્યોની જેમ વડોદરાના ઓટો રીક્ષા ચાલકોને પણ ગુજરાત સરકાર દ્વારા આર્થિક સહાય કરવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો