તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મુકત ગામ અભિયાન:ડભોઈ અને શિનોરમાં કોવિડ કેર સેન્ટર શરૂ

વડોદરા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગ્રામ પંચાયત દિઠ સહ્યોગથી 1 કોમ્યુનીટી કોવિડ સેન્ટર ઉભું કરાશે.
 • કાયાવરોહણના લકુલેશ મંદિરના અતિથી ગૃહમાં 25 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું

મારૂ ગામ કોરોનામુક્ત ગામ અભિયાન હેઠળ જિલ્લામાં દરેક ગ્રામ પંચાયત દિઠ લોક સહયોગથી એક કોમ્યુનીટી કોવિડ સેન્ટર ઉભું કરવામાં આવશે. જે અંતર્ગત ડભોઈમાં અને શિનોર તાલુકામાં 67થી વધુ બેડ ધરાવતા કોમ્યુનિટી કોવિડ સેન્ટર શરૂ કરાયા છે.કાયાવરોહણના લકુલેશ મંદિરના અતિથી ગૃહમાં 25 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું. ડિડિઓ કિરણ ઝવેરીના જણાવ્યા અનુસાર,ડભોઇ તાલુકાના થુંવાવી આઇ. ટી.આઇમાં 15 બેડ, સાઠોદ પ્રાથમિક શાળામાં 15 બેડ, ભીલાપુર પ્રાથમિક શાળામાં 12 બેડ જ્યારે કાયાવરોહણ લકુલેશ મંદિર અતિથિ ગૃહમાં 25 બેડની સુવિધાવાળા કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે.

મંદિરમાં વધુ 25 બેડની વ્યવસ્થા કરી શકાશે.શિનોર તાલુકાના સાધલી અને માલસરમાં પણ કોવિડ સેન્ટરો શરૂ કરાયા છે. આઇસોલેશન સેન્ટર્સ-કોવિડ કેર સેન્ટરમાં રહેલા લોકોના રહેવા-જમવા વ્યવસ્થા લોક સહયોગથી કરવામાં આવી છે. ડિડિઓએ વધુમાં જણાવ્યું હતું કે, ગામમાં શરદી, તાવ, ખાંસી જેવા સામાન્ય લક્ષણો ધરાવતા અને પોતાના ઘરે આઇસોલેશનની સુવિધા ન હોય તેવા ગ્રામજનોને આ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરમાં ભોજન-આવાસ, સ્ટાન્ડર્ડ દવાઓ, આયુર્વેદીક ઊકાળા તેમજ પલ્સ ઓક્સીમીટર, થર્મોમીટર જેવી પાયાની આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.

ગ્રામ્ય કક્ષાએ સરકારી શાળા, કોમ્યુનીટી હોલ, સમાજવાડી, હોસ્ટેલ કે સરકારી મકાન જેવા બિલ્ડીંગ સ્થળોનો ઉપયોગ કરીને ગામના અગ્રણીઓની 10 વ્યક્તિઓની સમિતિને લોકભાગીદારીથી જોડી વધુને વધુ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ શરૂ કરવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો