તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંશોધન:કેન્સરની દવાઓની આડઅસર રોકતા કમ્પાઉન્ડની પેટન્ટ કરાઈ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
યુનિ.ની સાયન્સ ફેકલ્ટીનાં આિસસ્ટન્ટ પ્રોફેસરે દવાની પેટન્ટ કરાવી હતી. - Divya Bhaskar
યુનિ.ની સાયન્સ ફેકલ્ટીનાં આિસસ્ટન્ટ પ્રોફેસરે દવાની પેટન્ટ કરાવી હતી.
  • મ.સ.યુનિ.નાં કેમિસ્ટ્રી વિભાગનાં રિસર્ચરે સંશોધન કર્યું હતું
  • હળદરમાં રહેલા કરક્યુમિન જેવા મોલેક્યુલમાંથી કમ્પાઉન્ડ બનાવાયું

કેન્સરના દર્દીઓને દવાઓની આડઅસર ન થાય તે માટે સુપ્રામોલેક્યુલર કમ્પાઉન્ડની પ્રોડક્ટ પેટન્ટ કરાઈ છે.

MSUની સાયન્સ ફેકલ્ટીના કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટનાં આસિ.પ્રોફેસર ડો.અર્પિતા દેસાઇ તથા તેમનાં સાથી રિસર્ચર પ્રિયંકા માથુરે જૂન-2021માં ઇન્ડિયન કમ્પાઉન્ડની પ્રોડક્ટની પેટન્ટને રજિસ્ટર કરાઇ છે. કેમિસ્ટ્રી વિભાગનાં આસિ. પ્રોફેસર ડો.અર્પિતા દેસાઇએ જણાવ્યું હતું કે, ઇન્ડિયન પેટન્ટ ઓફિસ દ્વારા નવિન સુપ્રામોલેક્યુલર કમ્પાઉન્ડની પ્રોડક્ટ પેટન્ટ અપાઇ છે. કેન્સરની દવાઓની ઘણી આડઅસર હોય છે, જેમકે વાળ ઊતરી જવા, ત્વચા પર રેસીઝ થવા, આંખોને અસર થવી વગેરે.

આ પેટન્ટેડ કમ્પાઉન્ડ કેન્સર માટેની દવાઓન કેવિટીમાં સમાવીને કવર કરી લે છે, તેથી જો કેન્સરગ્રસ્ત દર્દીને અપાય તો આ દવાઓની વધુ આડઅસર થતી નથી. આ કમ્પાઉન્ડ હળદરમાં રહેલા કરક્યુમિન જેવા મોલેક્યુલમાંથી બનાવાયું છે, તેથી તે દર્દી માટે સુરક્ષિત છે. વારંવાર દવા નહીં આપવી પડે. કેન્સરના દર્દીઓને આનાથી ઘણી રાહત થશે.

અન્ય સમાચારો પણ છે...