એજ્યુકેશન:આરટીઇનો અંતિમ રાઉન્ડ પૂરો, 250 બેઠકો ખાલી રહી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાતી માધ્યમની 50 અને અંગ્રેજી માધ્યમથી 75 બેઠક ખાલી રહી
  • આગામી અઠવાડિયામાં શિક્ષણ વિભાગ ​​​​​​​એલોટમેન્ટ જાહેર કરશે

શહેરમાં શુક્રવારે આરટીઇ હેઠળ પ્રવેશનો ત્રીજા અને અંતિમ રાઉન્ડમાં ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ પૂરો થયો હતો. આ રાઉન્ડના અંતે 250 બેઠકો ખાલી રહી હોવાનું ડીઇઓ કચેરીનાં સૂત્રોએ જણાવ્યું હતું. આ ઉપરાંત આરટીઇમાં પ્રવેશ માટે ગુજરાતી માધ્યમની શાળાઓની 50 અને અંગ્રેજી માધ્યમથી પણ 75 જેટલી બેઠકો ખાલી રહી હોવાનું જાણવા મ‌ળે છે. હવે આગામી અઠવાડિયામાં ગાંધીનગરથી શિક્ષણ વિભાગ એલોટમેન્ટ જાહેર કરશે.

વડોદરામાં દર વર્ષે સ્કૂલોમાં આરટીઇ અંતર્ગત 3600થી 3700 બેઠકો પર વિવિધ સ્કૂલોમાં વિદ્યાર્થીઓને પ્રવેશ મળે છે. આ પૈકી દર વર્ષે 250થી 300 વિદ્યાર્થીઓના વાલીઓ ત્રીજા રાઉન્ડના અંતે કોઇ સ્કૂલ પસંદ કરી શકતા નથી અથવા તેમને કોઇ સ્કૂલ ગમતી નથી. સૂત્રોના જણાવ્યા મુજબ મોટાભાગના વાલીઓ સારી અને જાણીતી સ્કૂલમાં જ સંતાન પ્રવેશ મેળવે તેવું ઇચ્છતા હોય છે. ત્યારબાદ બીજા અને ત્રીજા રાઉન્ડ સુધી પણ રાહ જોતા હોય છે.

ખાસ કરીને અંતરિયાળ વિસ્તારમાં આવેલી સ્કૂલો અને જે સ્કૂલોના પરિણામ નબળાં આવતાં હોય તેવી સ્કૂલોમાં મફત શિક્ષણ મેળવવા પણ પોતાનાં સંતાનોને મૂકવાનું ટાળે છે. હવે આગામી દિવસોમાં કોઇ પણ ખાનગી શાળાઓમાં પ્રવેશ સંતાનને ન અપાવી શકનાર વાલી શિક્ષણ સમિતિની શાળામાં પ્રવેશ અપાવવાના પ્રયાસ કરશે.

અન્ય સમાચારો પણ છે...