શિક્ષણ:શાળાઓ વાલીઓને ફી ભરવા દબાણ કરતી હોવાની ફરિયાદો

વડોદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકડાઉનના પગલે વાલીઓની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ ગઈ છે ત્યારે શાળાઓ દ્વારા વાલીઓને ફી ભરવા માટે દબાણ કરવામાં આવતું હોવાની વ્યાપક ફરિયાદો ઊઠી છે. વડોદરા પેરેન્ટ્સ એસોસિયેશન પાસે ઘણી શાળાઓના વાલીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. 

શાળાઓ ખોલવાનો સમય નજીક આવતો જાય છે તેમ શાળા સંચાલકો અને વાલીઓ વચ્ચે ફીના મુદ્દે સંઘર્ષ જોવા મળી રહ્યો છે. શાળાઓ દ્વારા શિક્ષકોનો પગાર કરવા માટે ફીની જરૂરિયાત હોવાનું કારણ આપવામાં આવી રહ્યું છે ત્યારે તેની સામે વાલીઓ પણ લોકડાઉનના કારણે આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે. શાળાઓ દ્વારા હજુ સ્કૂલો શરૂ કરવાની કોઈ ચોક્કસ તારીખ નક્કી ન હોવા છતાં પણ સ્કૂલ યુનિફોર્મ સહિત સ્ટેશનરીના લિસ્ટ મોકલવાની શરૂઆત કરી દેવામાં આવી છે.

શાળાઓ દ્વારા ફીના મુદ્દે દબાણ કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદો જિલ્લા શિક્ષણાધિકારી કચેરી પણ મળી છે. વડોદરા પેરેન્ટ્સ એસોસિયેશન દ્વારા પહેલી જૂનથી જે શાળાઓ દબાણ કરી રહી છે તેની સામે વિરોધ નોંધાવવાની જાહેરાત કરી છે. વડોદરા પેરેન્ટ્સ એસોે.ના પ્રમુખ કિશોર પિલ્લઈએ જણાવ્યું હતું કે, ઘણી શાળાઓ એફઆરસી પ્રમાણે ફી લઇ રહી નથી, જે અયોગ્ય છે. સ્કૂલ યુનિફોર્મ અને સ્ટેશનરી સહિત માટે પણ લિસ્ટ મોકલાવી રહી છે. વાલીઓ ફી ભરવા ના નથી પાડી રહ્યા, પરંતુ તેમને હપ્તાની સગવડ કરી આપવી પડશે. 

અન્ય સમાચારો પણ છે...