તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:ક્વોરન્ટાઇન ભંગની ફરિયાદો પણ તંત્ર જ હોમ ક્વોરન્ટાઈન

વડોદરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આસપાસના લોકો ફરિયાદ કરે તો કાર્યવાહી, નહીં તો કશું નહીં
 • તંત્રની ગંભીર બેદરકારી સંક્રમણનો ફેલાવો વધારી શકે છે

કોરોનાની સારવારમાંથી ડિસ્ચાર્જ મેળવ્યા બાદ સામાન્યત: દર્દીને અને તેમના ઘરના તમામ સભ્યોને 7 દિવસના ક્વોરન્ટાઇન કરવામાં આવે છે. દર્દી અને તેના ઘરના તમામ સભ્યોને પોતાના ઘરના એક ઓરડામાં રહેવાનું હોય છે. ઘરની બહાર નીકળવાનું હોતું નથી. બીજી તરફ ક્વોરન્ટાઇન લોકો ઘરમાંથી બહાર નીકળ્યાની અનેક ફરિયાદો થતી રહે છે.

શહેરના ચાર દરવાજા વિસ્તારમાં તો આ 3 મહિના અગાઉ સ્ટીકરો ચોંટાડાતાં ન હોવાની પણ બૂમો ઊઠી હતી અને ચર્ચાનો વિષય બની ગયો હતો. હવે જ્યારે કોરોનાના 100 કરતાં વધુ નવા કેસો આવી રહ્યા છે ત્યારે ક્વોરન્ટાઇનનો ભંગ કરતા લોકોને શોધવાની કામગીરી મહિનાઓથી ઠપ પડેલી છે. કોઇ નિયમભંગ કરે તો તેની જવાબદારી એ વિસ્તારના લોકો પર જ તંત્રે છોડી દીધી છે. જેમના કોરોના રિપોર્ટ હજી નેગેટિવ આવ્યા નથી તે લોકો બહાર નીકળે તો એસિમ્પ્ટોમેટિક હોવાથી જાણે-અજાણે લોકોમાં સંક્રમણ ફેલાવી શકે છે. 23મી નવેમ્બરથી 5મી ડિસેમ્બર સુધીમાં જ પાલિકાના ડેટા મુજબ ક્વોરન્ટાઇન લોકો 3144 જેટલા વધ્યા છે. 23મી નવેમ્બરે આ આંક 1983 હતો, જે 5મી ડિસેમ્બરે 5127 પર પહોંચી ગયો હતો.

જો કોઇ ક્વોરન્ટાઇન નિયમોનો ભંગ કરે તો તેના માટે શું સિસ્ટમ પાલિકાએ ઊભી કરી છે તે વિશે આરોગ્ય અમલદાર ડો. દેવેશ પટેલ કહે છે કે, ‘હાલમાં દર્દીની આસપાસ રહેતા લોકોને જો ધ્યાનમાં આવે તો તેઓ ફરિયાદ કરે છે. જોકે તેમની સામે કયાં પગલાં લેવાં તે પોલીસ નક્કી કરે છે.’ કોરોનામાં જ્યારે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે ત્યારે આ ગંભીર બેદરકારી જાણે-અજાણે કોરોનાનું સંક્રમણ અને કેસો વધારવાનું કારણ બની શકે છે.

કવોરન્ટાઇનના આંકડામાં પણ રમત એક જ દિવસમાં 983નો અધધ વધારો
2 નવેમ્બરે ક્વોરન્ટાઇન લોકોની સંખ્યા 3997ની હતી, જ્યારે 3 નવેમ્બરે માત્ર 100 દર્દીઓને ડિસ્ચાર્જ આપીને ક્વોરન્ટાઇન કરાતાં ક્વોરન્ટાઇન કરાતા લોકોની સંખ્યામાં અચાનક જ 983નો વધારો થઇ ગયો હતો. જ્યારે અગાઉના દિવસોમાં 100 જેટલા દર્દીઓને ડિસ્ચાર્જ અપાતો ત્યારે ક્વોરન્ટાઇન લોકોની સંખ્યા તેના કરતાં ખૂબ જ ઓછી વધી હોય તેવું અનેકવાર બન્યું છે. જ્યારે 6 ડિસેમ્બરે 99 લોકોને ડિસ્ચાર્જ અપાયો તો પણ ક્વોરન્ટાઇન થયેલા લોકોની સંખ્યામાં 537ને ઘટાડી દેવામાં આવી હતી. ક્વોરન્ટાઇન થયેલા લોકોની સંખ્યામાં આડેધડ આંકડા જાહેર કરાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો