ફરિયાદ:વિશ્વામિત્રીમાં કોઇ કામ થયું ન હોવાની ફરિયાદ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્રીય મંત્રીની પગલાં લેવા રાજ્ય સરકારને સૂચના

રાજ્યસભાના સાંસદે વિશ્વામિત્રીમાં એનજીટીના આદેશનું પાલન થતું ન હોવાની ફરિયાદ પર્યાવરણ મંત્રીને કરતાં મુખ્યમંત્રીને પગલાં લેવા સૂચના આપી છે.વડોદરા પાલિકાના વિપક્ષનાં નેતા અમી રાવતે કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અમી યાજ્ઞિકને પત્ર લખીને વિશ્વામિત્રીમાં ગેરકાયદે બાંધકામ બાબતે એનજીટીએ આપેલા આદેશનું વડોદરાના સત્તાધીશો પાલન કરતા નથી, તેવી ફરિયાદ કરી હતી. વિશ્વામિત્રીમાં દબાણોના મુદ્દે શહેરના પર્યાવરણવિદો દ્વારા પણ એનજીટીમાં ફરિયાદ કરી હતી. જોકે કોર્પોરેશન દ્વારા કોઇ પણ પ્રકારની કામગીરી કરાઇ નહતી.

કોર્પોરેશનના વિપક્ષનાં નેતા અમી રાવતે રાજ્યસભાનાં સાંસદ અમી યાજ્ઞિકને પત્ર લખીને વિશ્વામિત્રીમાં ગેરકાયેદસર બાંધકામ બાબતે એનજીટીએ આપેલા આદેશનું વડોદરાના સત્તાધીશો પાલન કરતા નથી, તેવી ફરિયાદ કરી હતી. જે સંદર્ભે સાંસદે ભારત સરકારના પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવને મેમોરેન્ડમ આપ્યું હતું. જેના પગલે કેન્દ્રીય પર્યાવરણ મંત્રીએ ગુજરાત સરકારને સૂચના આપી છે કે તમે આ બાબતે તપાસ કરો અને પગલાં ભરો.

અન્ય સમાચારો પણ છે...